________________
કૃષ્ણ વિગ.
(૭૪૫) જરાકુમારના મુખથી દ્વારકાના દાહને અને કૃષ્ણના કાળધર્મને વૃત્તાંત સાંભળી પાંડ શેકગ્રસ્ત થઈ ગયા હતા. તેમના હૃદયમાં શોક થયા પછી તરતજ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું હતું. એ પવિત્ર જ્ઞાનના પ્રભાવથી તેમની મનેવૃત્તિમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ આવી. તત્કાળ તેઓ આ સંસારની અસારતા વિચારવા લાગ્યા અને તે સદ્દવિચારથી હૃદયમાં સંયમની ભાવના ભાવવા લાગ્યા. પાંડના હૃદયમાં એવો વિવેક ઉત્પન્ન થયો કે જે વિવેકે તેમના શોકને નાશ કરી ચિત્તવૃત્તિમાં રહેલા ચારિત્રરૂપ મહારાજાને બતાવ્યો હિતે. એ ચારિત્રરૂપ મહારાજાને યતિધર્મ અને શ્રાવકધર્મ. રૂપી બે કુમારે હતા. સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પ્રધાને હતા. અને તેની સમીપ સંતેષ વગેરે વફાદાર સેવકે હાજર રહેતા હતા. વિરક્ત થયેલા પાંડેએ પછી જરાકુમારને ઉપકાર માની પિતે સંયમ લેવાનો નિશ્ચય કર્યો હતે. - પ્રિય વાંચનાર ! દ્વારકા જેવી સુવણ મય નગરીને નાશ અને કૃષ્ણના જેવા બળવાન વાસુદેવનું એક પારધિને હાથે જંગલમાં મરણ–એ બનાવ ઉપરથી તને ઘણું બધું મળી શકે તેમ છે. કર્મની શક્તિ કેવી અદ્ભુત છે? રાજાને રંક અને રંકને રાજા કરનાર કર્મની આગળ કેઈનું સામર્થ્ય ચાલતું નથી. આવી કર્મની ગતિ અને શકિત જોઈ કોઈએ અભિમાન કે ગુમાન રાખવાનું નથી. આ જગતમાં ઉદય