________________
ધર્મદેવ મુનિ.
(૭૫૧) તમારું જીવન તમારે નિવૃત્તિમાર્ગમાં જોડવું જોઈએ. તમારી મનવૃત્તિમાં હવે અધ્યાત્મ ધર્મરૂપ ચંદ્રને પ્રકાશ પાડ જોઈએ. તમે હવે ચારિત્રમાર્ગની આરાધના કરો.” વિદ્યાધર મુનિનાં આ વચને સાંભળી બળભદ્ર સર્વ સાવધ કર્મથી વિ. રત થવાને તત્પર થયા અને તેમણે તે મુનિ પાસે અધ્યાત્મ વિદ્યાનું રહસ્ય જાણું ચારિત્રધર્મ અંગીકાર કર્યો. તેઓ ભારતના ઘણા પ્રદેશમાં વિહાર કરી ધર્મરૂપ અમૃતરસના શાંત તરવડે લેકેની ઉપર અતિ ઉપકાર કરવા લાગ્યા. એક તરફ નેમિશ્વર ભગવાન અને બીજી તરફ બળભદ્ર એમ તે બંને સૂર્ય અને ચંદ્રની જેમ વિહાર કરતાં સર્વ લોકોને પ્રતિબોધ આપવા લાગ્યા હતા.
બળભદ્રનું આ પ્રમાણે વૃત્તાંત કહી મહામુનિ ધર્મ ઘે જણાવ્યું કે, “હે પાંડવો. હવે તમારે પણ તમારા બંધુ બળભદ્રને અનુસરવું જોઈએ. રામ અને કૃષ્ણ સ્વીકારેલા માર્ગને અનુસરી તમે તમારું પશ્ચિમ જીવન સાર્થક કરે. તમે યુદ્ધ કરી શત્રુઓને નાશ કર્યો. પછી રાજ્ય કર્યું અને નિરૂપમ સુખને ઉપભેગ કર્યો. હવે તમારે આ સંસારમાં ઉપભંગ કરવા ગ્ય કઈ પણ વસ્તુ અવશેષ રહી નથી. કેવળ તમારે અદ્વૈત સુખ જોગવવાનું રહેલું છે. માટે હવે ત્વરા કરે. વૃથા કાળક્ષેપ કરવો ગ્ય નથી. કારણ કે કાળને વિશ્વાસ કરે નહીં તે તમને અચાનક આવી આકાંત કરી લેશે. કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ તેણે અચાનક પકડ્યા હતા.'