________________
પાંડવ નિર્વાણ અને ઉપસંહાર,
(૭૬૧) માર્ગમાં આવેલા હસ્તિક૯૫નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પાંડ
એ માસક્ષમણનું પારણું કરતાં એ અભિગ્રહ ગ્રહણ કર્યો કે, “આ નગરથી રૈવતગિરિ બાર યેાજન દૂર છે, માટે સવારે ગમન કરી સાયંકાળ પર્યતમાં ત્યાં પહોંચવું અને પછી અમારો પારણવિધિ થાઓ.” આ પ્રમાણે અભિગ્રહ લઈ તેઓ વિતગિરિને માર્ગે ચાલ્યા. તેવામાં જેનું મુખ પ્લાન થયેલું છે એવા કેઈ ચારણમુનિ આવી ચડયા, તેમણે ધર્મશેષમુનિને વંદના કરી કહ્યું કે, “ત્રણેકના મહોપકારી પ્રભુ નમીશ્વરભગવાન રૈવતગિરિપર આવ્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું હતું, તે સમવસરણમાં વિરાજિત થયેલા પ્રભુએ ધર્મદેશના આપી અનેક આત્માએને ધર્મ પમાડ. પછી ભગવાન સહસ્ત્ર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પરમાનંદમય અને નિરાબાધ એવા નિર્વાણપદવીને પ્રાપ્ત થાય છે. તે વખતે પ્રદ્યુમ્ન તથા સાંબ વિગેરે કુમારે, રથનેમિ વિગેરે તેમના ભાઈએ, રુકિમણું વિગેરે કૃષ્ણની આઠ સ્ત્રીઓ, રાજમતી વિગેરે ઘણું સાધ્વીઓ અને બીજામુનિવરે પણ તેજ કાળે મોક્ષપદને પામ્યા છે. નેમીશ્વર પ્રભુની માતા શિવાદેવી, સમુદ્રવિજય વિગેરે દશાહે દેવત્વને પામ્યા છે, ઇંદ્રાદિક દેવતાઓએ પ્રભુના પવિત્ર શરીરની ઉત્તરક્રિયા કરી છે. પછી ઇ પ્રભુના અગ્નિસંસ્કારથી પવિત્ર એવી રત્નશિલાને વિષે શ્રીનેમિપ્રભુના મંદિરનું નિર્માણ કર્યું, તેમાં તે પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરી વારંવાર તેમની