________________
પાંડવ નિર્વાણ અને ઉપસંહાર.
(9૫૯) દેશના સાંભળી હતી. દેશનાના શ્રવણથી તે પુણ્યવંત પ્રાણીઓએ તે મુનિ પાસેથી જુદાં જુદાં વ્રત અંગીકાર કર્યા હતાં. તે બળભદ્ર મુનિને કે પૂર્વ સંબંધી હરિણરૂપે થઈ આ વનમાં રહેતા હતા. તે હમેશાં તે મહામુનિની દેશના સાંભળવા આવતે અને તે સંકેતથી કાષ્ટના ભારાવાળાઓને બતાવી મુનિને માટે આહારને વેગ કરી આપતું હતું. બળભદ્રમુનિ તે હરિની પાછળ જઈ કાછવાહી લેકે પાસેથી ભિક્ષા ગ્રહણ કરતા હતા. એક વખતે તે હરિણ રથકારની પાસે બળભદ્રમુનિને લઈ ગયે. મુનિને જોતાં જ તે રથકાર પ્રસન્ન થયે અને પિતાના આહારમાંથી અતિ ભક્તિ વડે મુનિને પ્રતિલાભિત કર્યા હતા. તે રથકારને અપ્રતિમ શુદ્ધ ભાવ જોઈ તે હરિણ પિતાના હૃદયમાં તેવા ભાવ ભાવવા લાગ્યું. એક તરફ બળભદ્ર જેવા પાત્ર, બીજી તરફ રથકાર જે ભાવિક દાતા અને ત્રીજી તરફ હરિણની ભાવના–આવા ઉત્તમ ત્રિપુટીના પેગ વખતે ત્યાં આવેલું એક મહાન વૃક્ષ તુટી પડ્યું અને તેથી તે ત્રણેનું ત્યાં મરણ થયું. તેઓ ત્રણે બ્રહ્મદેવલોકમાં સમાન સંપત્તિવાળા દેવતા થયા હતા. ( આ પ્રમાણે અતિ ચમત્કારી એવા બળભદ્રમુનિના દિવ્ય સામર્થ્યથી આ વન અદ્યાપિ શાંત અને નિર્વિર પ્રાણુંઓથી યુક્ત છે. તે મહામુનિ બળભદ્રની કલ્યાણરૂપ અક્ષય કીર્તિને ફેલાવે છે. ”
શ્રીમાન ધર્મઘોષમુનિના મુખથી આ વૃત્તાંત સાંભળી