Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller

View full book text
Previous | Next

Page 825
________________ (૭૬ર) જેન મહાભારત, વંદના કરી છે અને તે પછી દેવતાઓ, રાજાઓ અને બીજા લોકોના સમૂહ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા છે.” વિદ્યાચારણ મુનિની આવી વાણી સાંભળી પાંડના હદયમાં શેકમય દશા પ્રગટ થઈ આવી. તેઓ બેલ્યા કે શ્રીબળભદ્રમુનિ અને નેમિભગવાનનાં દર્શન થયાં નહી, તેથી અમારાં વિપરીત ભાગ્ય છે. જે પુરૂષે એ નેમિપ્રભુના હસ્તકમળથી દીક્ષાદાન પામ્યા છે અને તેમની વાણુ સુધાનું પાન કર્યું છે, તેઓનાં પૂર્ણ સભાગ્ય છે અને તેમને જન્મ સફળ છે. અમારું આ તપરૂપ વૃક્ષ જે પ્રભુની વાણુરૂપ અમૃત સિંચન થયું હોત તે એ મહાવૃક્ષમાંથી અમને મેક્ષરૂપ ફળ પ્રાપ્ત થાત. પણ ભાગ્યશૂન્ય પુરૂના મરથ સફળ થતા નથી. અમેએ પ્રભુનાં દર્શન કર્યા પછી પારણું કરવાને જે અભિગ્રહ લીધે છે, તે અભિગ્રહ અમારે ધારણ કરવાને છે. હવે એ અભિગ્રહ આગળ અંગીકાર કરી અહીં નજીક આવેલા સિદ્ધાચળગિરિને વિષે આરેહણ કરી અમારા મનમાં જે અભિષ્ટ કર્તવ્ય છે, તેને અમે પૂર્ણ કરીશું; કારણકે આ પવિત્રગિરિ ઉપર પૂર્વે પુંડરીક પ્રમુખ કેટીગમે મુનિઓ પોતાનાં સર્વ કર્મોનો નાશ કરી મેક્ષને પ્રાપ્ત થયેલા છે.” આ વિચાર કરી મહા મુનિ પાંડ એ મહાતીર્થમાં આવ્યા હતા. તેમની સાથે મહામુનિ ધર્મઘોષસૂરિ પણ તે સ્થળે પધાર્યા હતા. પવિત્ર રાજર્ષિ પાંડવે એ તીર્થરાજના શિખર ઉપર આરૂઢ થયા અને ત્યાં પોતાના ઉપકારી ગુરૂ

Loading...

Page Navigation
1 ... 823 824 825 826 827 828 829 830 831 832