________________
(કપર )
જેન મહાભારત. - મુનિવર્ય ધર્મઘોષસૂરિને આ ઉપદેશ સાંભળી પાંડવિના વૈરાગ્યમાં અકસ્માત વૃદ્ધિ થઈ ગઈ. તેમને સંયમને ઉત્સાહ ચંદ્રના પ્રકાશથી સમુદ્રની જેમ વધવા લાગે અને મન:પરિણામમાં અકસ્માત ફેરફાર થઈ ગયું હતું. પછી તત્કાળ તે મહાવીરેએ મહાનુભાવને વંદના કરી અને તેમના ઉપદેશની ભાવના ભાવતા ભાવતા ત્યાંથી પુન: પોતાની નગરી તરફ વિદાય થયા હતા.
–ાછ– પ્રકરણ પર મું.
- પાંડવનિર્વાણ અને ઉપસંહાર
પરમ શાંતિ સુધાસાગર શ્રીધર્મઘોષમુનિવરના ઉપદેશથી પાંડેના હૃદયમાં સંયમ લેવાની પવિત્ર ધારણું પ્રગટ થઈ હતી. હવે તેમણે પોતાના જીવનને સન્માર્ગને સાથી બનાવ્યું હતું. તેઓ રાજ્યમાં આવી આઈ ધર્મના સાતક્ષેત્રમાં પોતાની રાજ્યલક્ષમીને ઉપભોગ કરવા લાગ્યા. અમાથ-નિરાધાર અને દુ:ખી જનને ઉદ્ધાર કરવા માંડ્યો. પરમ ઉદારતાથી દાનધર્મ કરી તેઓ ખરે. ખરા દાનવીર બન્યા હતા. છાત્રશાળા, જ્ઞાનશાળા અને ધર્મશાળાની ઉત્તમ ભેજના કરી તેમણે પોતાના દ્રવ્યને ઉપયોગી કર્યું હતું. દરિદ્ર પુરૂષને સુવર્ણ મુદ્રાનાં દાન કરી