________________
(૭પ૬)
જૈન મહાભારત. મેષ્ટિનું ચિંતવન કરતી હતી. તેમણે પિતાના મનને સર્વ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી આહંત તત્ત્વની ઉપાસનામાં લગ્ન કર્યું હતું. તેઓ અતુલ મને બળ ધારણ કરી દુ:સાધ્ય અભિગ્રહ કરતા હતા. ભાલાની અણુ ઉપર રહે તેટલું અન્ન આહારમાં લેવાનો ભીમમુનિએ અભિગ્રહ કર્યો હતો. અને એવા અભિગ્રહને પાર પાડવાને તે સમર્થ થયા હતા. એવા એવા દુષ્કર અભિગ્રહ ધારણ કરતા તે પાંડ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા અને ધર્મોપદેશ આપી ભારતવર્ષની સર્વ જેને પ્રજા ઉપર ભારે ઉપકાર કરતા હતા.
આ પ્રમાણે ઘણાં વર્ષે પ્રસાર કરી પૃથ્વી પર વિહાર. કરતા પાંડ એક વખતે કઈ રમણીય પર્વત પાસે આવી ચડ્યા હતા. એ પર્વતના પ્રદેશની આસપાસ વિવિધ વૃક્ષોની ઘટા આવી રહી હતી. મંદ, શીતળ અને સુગંધી પવન વાતે હતે. તે પ્રદેશની સમીપે એક રમણીય ભાગ દેખાતે હતે. પર્વતના ઝરણુઓની બનેલી એક સુંદર સરિતા તેની પાસે વહેતી હતી. એક તરફ સિંહ, મૃગ અને સસલાં સાથે રહી કીડા કરતાં હતાં. કેઈ પણ પશુ કે પક્ષી ક્રૂરતા કે વૈરભાવવાળું જોવામાં આવતું ન હતું. સર્વ સ્થળે શાંતિ પ્રસરી રહી હતી.
આ રમણીય પ્રદેશ જોઈ પ્રસન્ન થયેલા પાંડે ત્યાંથી પસાર થયા, ત્યાં પોતાના ઉપકારીગુરૂશ્રીધર્મ, શેષમુનિ તેમના જોવામાં આવ્યા. એ શાંત મૂર્તિનું દર્શન