________________
*
*
કૃષ્ણ વિગ.
(૭૪૩) પિતાના રક્ષણ માટે વૃથા પ્રયત્ન શા માટે કરે છે? હું કૈપાયનમુનિ કેપ કરી નગરીસહ વર્તમાન સર્વને બાળવા આવ્યો છું. નગરવાસીઓએ આજ સુધી જિનપૂજા અને તપસ્યા કરેલી તેથી મારું બધી ચાલ્યું ન હતું પણ હવે તેઓ પ્રમાદમાં પડ્યા છે, તેથી મને અવકાશ પ્રાપ્ત થયે છે. તમે બંને એકલા બાહર નીકળી જાઓ. તમારા માતાપિતાને બચાવ થાય તેમ નથી. તે મુનિનાં આ વચન સાંભળી માતાપિતાએ અમને બહાર નીકળવાનું કહ્યું અને પિતે પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી સર્વ પ્રત્યે મિથ્યા દુષ્કૃત્ય આપી અને ખમાવી એ મુનિના કપાળમાં આહુતિરૂપ થઈ ગયા અને અમે અધમ પુત્રે માતપિતાને છેડી બહાર નીકળી ગયા હતા. ભાઈ જરાકુમાર ! તે વખતે દહન થતાં દ્વારકાવાસીઓએ જે આશબ્દ કર્યો છે, તેનું સ્મરણ થતાં અત્યારે પણ મને મહાશક ઉત્પન્ન થાય છે. પછી મેં ઘણે અફસેસ કરવા માંડ્યો એટલે બળરામે મને શાંત કર્યો. અને નેમિશ્વર ભગવાનના ઉપદેશનું મને સ્મરણ કરાવ્યું હતું. પછી અમે ભસ્મીભૂત થયેલી દ્વારકાને છેડી પાંડવોની નગરીમાં જવા નીકળ્યા, ત્યાં માર્ગમાં હસ્તિક૯૫નગરના ઉપવનમાં આવી ચડ્યા, ત્યાં મને ઘણી સુધા લાગી. બળભદ્ર મારે માટે ભેજન લાવવાને તૈયાર થયા, એટલે મેં તેને કહ્યું, “ભાઈ ! આ હસ્તિકલ્પનગરમાં ધૃતરાષ્ટ્રને અચ્છદંત નામને પુત્ર રાજ્ય કરે છે. તે કદિ તમને પાંડવોના પક્ષપાતી ધારી કાંઈ અનિષ્ટ કરવા આવે તે તમે સિંહનાદ કરજે. એટલે તે