________________
(૭૪૮)
જૈન મહાભારત. વૃત્તાંત અમને જણાવે. જે વૃત્તાંત સાંભળી અમારી વૈરાગ્યભાવના પુષ્ટ થશે.”
પાંડેને આ પ્રશ્ન સાંભળી મહાજ્ઞાની ધર્મઘોષમુનિ બોલ્યા- “રાજન્ ! કૃષ્ણને મૃત્યુ પમાડી જરાકુમાર ચાલ્યા ગયે, તે પછી બળભદ્ર જળ લઈ કૃષ્ણની પાસે આવ્યા હતા. તેણે કૃષ્ણને જાગ્રત કરવા માંડયા, ઘણુ ઉચે શબ્દોથી
લાવ્યા, પણ જ્યારે તેમને કાંઈ પણ ઉત્તર મળે નહીં એટલે તેમણે ઓઢેલું વસ્ત્ર ખેંચ્યું, ત્યાં કૃષ્ણનું અચેતન શરીર જોવામાં આવ્યું. ચરણ ઉપર બાણના ઘાનું રૂધિર નજરે પડયું. તે જોઈ તેઓ ઘણા સશોક થઈ આશ્ચર્ય પામી ગયા. “મદાંધ અને પાતકી એવા કયા પુરૂષે આ મારા પરાકમી બંધુને વધ કર્યો હશે ?” એવું ચિંતવતાં તે ક્ષણવાર મૂછિત થઈ ગયા. ઘણુવારે સાવધાન થઈ તેમણે પોતાના બંધુના પૂર્વ પ્રેમનું સ્મરણ કરી એ વિલાપ કર્યો કે, જેથી તે સ્થળે સ્થાવર જંગમ પદાર્થો પણ રૂદન કરવા લાગ્યા.
એમ કરતાં શોકના આવેશથી તેઓ ગાંડા બની ગયા અને કૃષ્ણ જીવતા છે, એવું માની તેના શબને સ્કંધ ઉપર લઈ જંગલમાં ફરવા નીકળ્યા. એમ ફરતાં ફરતાં છ માસ વીતી ગયા. એમ કરતાં વર્ષાઋતુ આવી. એક વખતે ફરતા ફરતા બળરામ કઈ પર્વતને માગે આવી ચડ્યા. તે રસ્તે પર્વતની શિલા સાથે અફળાઈ ચુર્ણ થયેલા રથને સુધારવા બેઠેલો કે પુરૂષ તેમના જેવામાં આવ્યું. તેને જોઈ બળભદ્ર