________________
ધર્મોષ મુનિ.
. (૭૪૭) મન:પરિણામ સત્વ ગુણનું પોષણ કરી રહ્યા છે. તે પુરૂએ. આવી એ મહા મુનિને વંદના કરી અને વિનય દર્શાવી તેમની સમીપે બેઠા. તે પુરૂષની પ્રચંડ આકૃતિ અને મનેવૃત્તિ જોઈ તે મહાનુભાવે તેમને ઓળખી લીધા અને તેમના મનની ભાવના જાણી લીધી. | વાંચનાર ! પાંચની સંખ્યા ઉપરથી અને ચાલતા પ્રસંગથી તે પાંચે પુરૂષને ઓળખી શક્યા હશે, પણ પેલા મહામુનિને ઓળખી શક્યા નહીં હો. તે મહા મુંનિધર્મઘોષ નામે પ્રખ્યાત મુનીશ્વર હતા. પાંડના ચરિત્ર સાથે એ મહા મુનિનું ચરિત્ર પ્રખ્યાત છે. તેમના નિર્મળ તપનું અને તેમના શુદ્ધ ચારિત્રનું યશોગાન ભારતીય પ્રજા કરતી હતી. જ્યારે જરાકુમારે કૃષ્ણના દેહને વિનાશ અને દ્વારકાને સર્વ સંબંધી સહિત દેહની વાર્તા કરી ત્યારે પાંડ હદયમાં વૈરાગ્ય પામી એ મહામુનિને શરણે આવ્યા હતા. વળી જરાકુમારે કૃષ્ણની બધી હકીક્ત કહી હતી. પણ બળભદ્રનું પછવાડે શું બન્યું ? એ જાણવાની તેમની પ્રબળ ઇચ્છા પ્રગટ થઈ હતી. એ ઈચ્છા પૂર્ણ કરવાની પણ તેઓની આકાંક્ષા હતી.
પાંડવેએ મહામુનિ ધર્મઘોષસૂરિને વંદના કરી તરતજ પ્રશ્ન કર્યો. “ભગવન્! દ્વારકાપતિ કૃષ્ણ પંચત્વને પામ્યા અને દ્વારકાનગરીનું દહન થયું. એ વાત જરાકુમારે અમેને કહી છે, પણ પછવાડે બળભદ્રની શી ગતિ થઈ ? એ અમારા જાણવામાં આવ્યું નથી. માટે આપ જ્ઞાનદષ્ટિથી અવલોકી એ