________________
ઢ હતીભાવના કેવી એનું એક,
(૭૨૪)
જેને મહાભારત મનવૃત્તિ કેવી દઢ હતી. તેમની જિતેંદ્રિયતા, તેમની ભેગ. તરફ વિમુખતા અને વિરાગ્યભાવના કેવી પ્રબળ છે, એને તું ક્ષણવાર વિચાર કરજે. કદિ એવા મહાત્માઓનું અનુકરણ આપણું જેવા પામર પ્રાણુઓથી સર્વરીતે ન થઈ શકે, પરંતુ તેમના પ્રવર્તનની હૃદયમાં ભાવના ભાવ્યા વિના રહીશ. નહીં. એ ભાવના પણ તારા જીવનને સુધારવા ઘણીજ ઉપયેગી થઈ પડશે.
| વાંચનારી બહેને! તમારે પણ આ પ્રસંગમાં સતી રાજીમતીનું ચરિત્ર મનન કરવા ગ્ય છે. સતી રાજીમતી એક રાજકુળમાં ઉછરેલી હતી. વિષયભેગનાં સર્વ સાધનો તેને સુલભ હતાં, તથાપિ નેમિકુમારની સાથે. પિતાનો વિવાહ ન થયે, તે પણ એ મહાનુભાવાએ. વિષય ભેગને માટે બીજે વિચાર કર્યો નહીં. એટલું જ નહીં પણ ફક્ત વાણુથી વરેલા એ પતિનું શરણ લઈ આ અસાર સંસારનો ત્યાગ કરવા તત્પર થઈ અને આખરે તેજ પ્રભુને હાથે દીક્ષિત થઈ અને વિહાર કરી વિપરિણું થઈ પિતાના આત્માની ઉદ્ધારિણી થઈ હતી. આ પવિત્ર સતીના જીવન ઉપરથી સર્વ શ્રાવિકા બહેને એ ઉત્તમ બોધ ગ્રહણ કરવાને છે અને સદા તે સતી રામતીના ચરિત્રની ભવ્ય ભાવના ભાવવાની છે.