________________
(૭૩૬)
જૈન મહાભારત. મૂળ કારણ સ્ત્રી, વાદવિવાદ, ઉપહાસ્ય અને પરીક્ષા કરવાનું કેતુક જ છે. એવાં કારણે ઉત્પન્ન ન થાય, તેને માટે સદા સાવધાની રાખવાની આવશ્યક્તા છે.
–
–– પ્રકરણ ૫૦ મું.
કૃષ્ણવિયાગ. કૃષ્ણના કોપથી પાંડવોએ હસ્તિનાપુરને ત્યાગ કર્યો હતું અને તેઓ કૃષ્ણની ઈચ્છાથી દક્ષિણ સમુદ્રના તીર ઉપર પાંડમથુરા નામે એક નગરી વસાવી તેમાં રહ્યા હતા. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરના સિંહાસન ઉપર અભિમન્યુથી ઉત્તરાને વિષે ઉત્પન્ન થયેલા પરીક્ષિતને અભિષેક કર્યો હતે. પાંડુમથુરા નગરીમાં રહેલા પાંડવોને સાંભળવામાં આવ્યું કે દ્વારકા નગરીને દાહ થઈ ગયે, તેથી તેઓ હદયમાં અતિ દુ:ખ પામતા હતા અને તે ખબર જાણવાને માટે અતિ ઉત્સુક થઈ રહ્યા હતા.
. પ્રતાપી પાંડેની વૃત્તિ આ વખતે ધાર્મિક કાર્યોમાં વિશેષ પ્રવૃત્ત થઈ હતી. તેઓ આહંતધર્મની ઉપાસના કરવાને સદા તત્પર રહેતા હતા. દીન, અનાથ અને દુઃખી જનને આશ્રય આપતા હતા. સદા પોપકાર અને દાન આપવામાં તેઓ તત્પર રહેતા હતા. તેમનાં માતાપિતા