________________
-
(૭૩૮)
જૈન મહાભારત સ્વરૂપવાળા છ સાધુઓ આવ્યા હતા, તેનું શું કારણ હશે?” પ્રભુએ ધ્યાન કરી કહ્યું, “દેવી! પૂર્વે મહિલપુરને વિષે નાગ નામના સારથિને સુલસા નામે સ્ત્રી હતી. તેણીએ સંતતિ થવાને માટે હરિગમેષિદેવની આરાધના કરી હતી. તે દેવે પ્રસન્ન થઈને સુલસાને કહ્યું કે-“તને પુત્ર થશે પણ તે જીવવાના નથી અને વસુદેવની સ્ત્રી દેવકીને છ પુત્ર જીવનારા છતાં કંસ તેને મારવાનું છે, તે તેના પુત્રોને હું તારી પાસે આકર્ષણ કરી લાવીશ અને તારા પુત્રને તેની પાસે લઈ જઈશ.” આ પ્રમાણે કહી તે દેવ તમારા છ પુત્રને ઉત્પત્તિ વખતે જ સુલસા પાસે લઈ ગયો હતે, અને સુલસાના પુત્ર તમારી પાસે લાવ્યા હતા. એ વાત તમારા સમજવામાં આવી નથી. એ તમારા છ પુત્ર સુલસાને ઘેર જીવ્યા હતા અને મેં તેમને દીક્ષા આપી છે. તેઓ છેવટે મેક્ષગામી છે. તેથી તમે જે કૃષ્ણના જેવા છ મુનિએ જોયા હતા. તે તમારા પુત્ર છે.” પ્રભુની આ વાણી સાંભળી દેવકીના સ્તનમાંથી દૂધની ધારા છુટી હતી. પછી તેણીએ પિતાના કૃષ્ણ વિગેરે પુત્રની સાથે તેમને વંદના કરી હતી. છે. આ વખતે કૃષ્ણ નેમિપ્રભુને પુછયું કે-“ભગવન આ મારી દ્વારકાનગરીનો ક્ષય અને મારું મૃત્યુ સ્વત: થશે કે કઈ બીજાથી થશે ? ” કૃષ્ણનાં આ વચન સાંભળી પ્રભુ
ત્યા–“કૃષ્ણ! આ તમારી સુવર્ણમય દ્વારકાનગરીને ક્ષય પાયન નામના રૂષિથી થશે અને તમારા સ્નેહયુક્ત બંધુ