________________
કૃષ્ણ વિગ.
(૭૩૭) પાંડુરાજા અને કુંતી પિતાના હૃદયમાં આ સંસારની અસારતાનું ચિંતવન કરતાં અને શ્રીનેમિધર ભગવંતના જેવી પવિત્ર વૃત્તિની ભાવના ભાવતાં હતાં.
એક વખતે કૃષ્ણના પૂર્વ સ્નેહનું સ્મરણ કરી હૃદયમાં પરિતાપતા પાંડ પિતાના મહેલના એક ભાગમાં બેઠા હતા. તેમની સામે ઉચ્ચ આસન ઉપર ધર્મરાજા બીરાજ્યા હતા. તેઓ સર્વનું સાંત્વન કરતા હતા અને વિવિધ પ્રકારની ઉપદેશની વાર્તાઓ કરતા હતા. આ વખતે દ્વારપાળે આવી ખબર આપ્યા કે “કેઈ તેજસ્વી કુમાર આપને મળવા માટે આવેલ છે અને તે આપની પાસે સત્વર આવવાની ઈચ્છા રાખે છે.” દ્વારપાળનાં આ વચન સાંભળી યુધિષ્ઠિરે તેને પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી એટલે દ્વારપાળે તે પુરૂષને અંદર પ્રવેશ કરાવ્યું. તે પુરૂષને જોતાંજ પાંડે ઉભા થયા અને તેને પ્રેમથી મળી ઉચ્ચ આસન ઉપર બેસાર્યો હતે. ધર્મરાજા નેહ દર્શાવતા બેલ્યા–“ભ્રાત જરાકુમાર! તમારા મુખ ઉપર શ્યામતા કેમ પ્રસરી ગઈ છે? દ્વારકાની શી ખબર છે? આપણા સ્નેહીઓ અને સંબંધીઓ ખુશીમાં તે છે?યુધિષ્ઠિરે જ્યારે આ પ્રમાણે પુછયું, એટલે જેરાકુમાર ખિન્ન વદને બોલ્યા “ભ્રાતજ્યારે નેઅિભગવાન વિહાર કરતા આવી ચડ્યા હતા ત્યારે કૃષ્ણ પિતાના કુટુંબને લઈને તેમને વંદના કરવા ગયા હતા. તે વખતે દેવકીએ પ્રભુને પુછયું કે “ભગવદ્ મારા ઘરને વિષે કૃષ્ણના જેવા ૪૭