________________
દ્વપદી હરણ અને કૃષ્ણકે,
(૭૨૯ ) તૈયાર થા.” માની પદ્મનાભે દારૂકને ઉત્તર આપ્યો કે, “તારા કૃષ્ણ અને પાંડવોને કહેજે કે, તેઓ યુદ્ધ કરવાને તૈયાર થાય. હું તેમને ક્ષણમાત્રમાં ગ્રાસ કરી જઈશ.”
દારૂકે આવી તે ખબર કૃષ્ણને કહ્યા. તેવામાં તે મોટી સેના સજ કરી પદ્મનાભ તેમની સામે ચડી આવ્યો. તેને આવતે જે પાંચ પાંડવે ક્રોધાતુર થઈ તેની સામે યુદ્ધ કર વાને આવ્યા. તે વખતે કૃષ્ણ પાંડેને જણાવ્યું કે, “તમે પદ્મનાભની સાથે યુદ્ધ કરવા સમર્થ નહીં થાઓ. માટે હું જ તેની સાથે યુદ્ધ કરૂં.” કૃષ્ણનાં આ વચનથી પાંડેએ કહ્યું, “મહારાજ એ પદ્મનાભને અમે ક્ષણમાં હરાવી શકીશું. તેમાં આપને પરિશ્રમ લેવાની જરૂર નથી. સમુદ્રના જળને શેષણ કરનાર વડવાનળની પાસે ટાંકીના જળનું શોષણ કરાવવું તે યંગ્ય નથી. એ ક્ષુદ્ર પદ્મનાભ અને શું કરવાને હતે ?” આ પ્રમાણે કહી પાંડે તેની સામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. તેઓની વચ્ચે થોડીવાર માટે ભયંકર સંગ્રામ ચાલ્યો. પછી પદ્મનાભ પિતાની જાતે આવ્યું અને તેણે બાણને એ પ્રચંડ મારે ચલાવ્યું કે જેથી પાંડ તેને સહન કરી શકયા નહીં અને જર્જર થઈ કૃષ્ણના શરણે આવ્યા. તેમણે કૃષ્ણને કહ્યું, “હરિ! પદ્મનાભને જીતવાને અમે સમર્થ નથી. તમે વાસુદેવજ સમર્થ છે.” પાંડના આ વચન સાંભળી કૃષ્ણ પદ્મનાભની સામે યુદ્ધ કરવા આવ્યા. સમર્થ વિષ્ણુએ પ્રથમ તે પિતાના પાંચજન્ય