________________
(૭૩૨)
જૈન મહાભારત. શંખને નાદ કર્યો હતો, તે નાદ સાંભળી કપિલવાસુદેવે મુનિસુવ્રતપ્રભુને પ્રશ્ન કર્યો કે, “ભગવદ્ ! મારા જેવા શંખના જે આ નાદ ક્યાં થાય છે?” તે વખતે ભગવંતે પદ્મનાભ અને કૃષ્ણને વૃત્તાંત કહી સંભળાવ્યું હતું. ભગવંતના મુખથી એ વૃત્તાંત સાંભળી કપિલે પુન: પ્રશ્ન કર્યો “ભગ વન ! આ ખંડમાં આવેલા કૃષ્ણવાસુદેવને સત્કાર કરવાની મારી ઈચ્છા થાય છે.” ભગવતે કહ્યું, “વાસુદેવ! તીર્થકર, ચકવત્તી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ–એઓને પરસ્પર સંગમ થવો, એ પ્રકાર કદિ પણ થતું નથી, પૂર્વે થયે નથી અને ભવિષ્યમાં કદિ પણ થનાર નથી. તેમ છતાં જે તારી ઈચ્છા હોય તે અહીંથી કૃષ્ણ જાય, ત્યારે તેના રથની ધ્વજાનું તું અવેલેકન કર.” પ્રભુના આ વચન સાંભળી કપિલવાસુદેવે દૂરથી કૃષ્ણના રથને જે. અને “મારે તમને સત્કાર છે એવા અક્ષરેને ઉચ્ચાર કરતાં શંખને નાદ કર્યો. તે નાદ સાંભળી કૃષ્ણ “તમારૂં પ્રેમ ભરેલું સ્વાગત અમને પ્રાપ્ત થયું છે ” એવા અક્ષરેને ઉચ્ચારતાં શંખને સામે વનિ કર્યો. તે પછી કપિલવાસુદેવ ત્યાંથી પદ્મનાભની રાજધાની અમરકંકા નગરીમાં ગયે હતું અને ત્યાં તેણે અન્ય દ્વીપમાંથી સ્ત્રીનું હરણ કરનાર પનાભના અન્યાયને માટે તેને પદભ્રષ્ટ કર્યો હતે. અને તેના રાજયાસન ઉપર તેના પુત્રને બેસાડી તેને હદપાર કર્યો હતે. - કૃષ્ણ અને પાંડ દ્વિપદીને લઈ જુદા જુદા રથમાં