________________
દ્રૌપદી હરણ અને કૃષ્ણપ.
(૭૩૧) હવે તું નિર્ભય છે, પણ તે પદીનું શા માટે હરણ કર્યું? અને તે કેવી રીતે કર્યું? તે વૃત્તાંત મને કહી સંભળાવ.”
કૃષ્ણના આવાં વચન સાંભળી પદ્મનાભ લ્યો-મહાનુભાવ! એક વખતે નારદમુનિએ આવી મારી પાસે ટ્રેપદીના સ્વરૂપનું ભારે વર્ણન કર્યું, તે ઉપરથી મોહિત થઈ હું હસ્તિનાપુરમાં આવ્યું હતું. ત્યાં અવસ્થાપિની વિદ્યાને પ્રગટ કરી હું દ્વિપદીને હરી લાવ્યું હતું. પદી મારા મંદિરમાં આવી જાગ્રત થયાં તે વખતે તે સંભ્રમિત થયાં હતાં. પછી મારવૃત્તાંત સાંભળી તેઓ વિચારમાં પડ્યાં હતાં. મેં તેમને મારે પતિ તરિકે સ્વીકાર કરવા ઘણે આગ્રહ કર્યો, ત્યારે તેમણે દીર્ઘવિચાર કરી મને કહ્યું કે, “રાજન ! આજથી છ માસ સુધીમાં મારે કઈપણ સંબંધી આ સ્થળે નહીં આવે તે પછી હું તારા વચનનો સ્વીકાર કરીશ.” તે પછી થોડાજ દિવસ પછી તમે અહીં આવી ગયા. એ મહાસતિનું શીળ અખંડિત છે અને તે ખરેખર ભારતવર્ષની દેવી છે.” પદ્મનાભનાં આવાં વચન સાંભળી કૃષ્ણ અને પાંડવે પ્રસન્ન થયા અને તે પછી તેઓ દ્રૌપદીને લઈને ત્યાંથી પાછા વળ્યા હતા.
આ સમયે ચંપાનગરીમાં પુષ્પભટ્રક નામના ઉદ્યાનમાં મુનિસુવ્રત નામના તીર્થંકરનું સમવસરણ થયું હતું. તે સમવસરણમાં કપિલ નામે વાસુદેવ તેમની દેશના સાંભળતું હતું. જ્યારે શ્રીકૃષ્ણ પદ્મનાભને જીતવા પાંચજન્ય