________________
(૭૧૮)
જેન મહાભારત. વ્યા છે. એએએજ મને સમુદ્રમાં ડુબાડેલે અને સ્થળ માર્ગમાં લુંટ્યો છે. હવે મને નિશ્ચય થયો છે કે, એ મારા લાંબા વખતના શત્રુઓનું હું વૈર લઉં અને તેમનું મૂળમાંથી ઉછે. દન કરી નાખું.”
નેમિનાં આવાં નિશ્ચિત વચનો સાંભળી શ્રીકૃષ્ણ અને શિવાદેવીએ શોક સહિત તેમને ઘણુંએ સમજાવ્યા, તથાપિ એ મહાનુભાવે પિતાનો નિશ્ચય ફેર નહીં. છેવટે તેઓ શાંતિથી બેલ્યા–“માતા! તમારી આ પ્રીતિ અમારા જેવા પુત્રને નહીં ભાસતા દુઃખને દેખાડે છે, કારણ કે પરાધીન એ આ જીવ બંધનરૂપ દુઃખ સમુદાયને સહન કરે છે, પણ જ્યારે તે જીવ સ્વતંત્ર થાય ત્યારે એ દુ:ખના સમુદાયનો શું નથી ત્યાગ કરત? માટે સ્વતંત્ર થઈને કર્મબંધનથી મુક્ત થવું સારું છે. સ્વતંત્રતાથી જેઓનું મન સંતેષી છે, એવા સંયમી પુરૂષને જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ લેને વિષે લંપટ એવા ભૂપતિને અને દેવેંદ્રને પણ પ્રાપ્ત થતું નથી. ચિતારૂપ વાળાએ યુક્ત એ આ ગ્રહવાસરૂપ દાવાનળ છે. તેમાંથી હું બાહેર પડી અસંગતારૂપ વાપિકાને વિષે સ્નાન કરી આત્માને શાંતિ આપું છું. શમતારૂપી નદીનું પૂર તે નદીના પ્રવાહની બાહેર દૂર દેશ પર્યત પ્રસાર પામ્યું છતાં તે નદીના તીર ઉપર રહેનારા વિષય રૂ૫ ગામડાઓને સંપૂર્ણ નાશ કરે છે. માટે પુરૂષે એ સમતાને સંપાદન કરવા તત્પર થવું જોઈએ. જે શમતારૂપી સ્ત્રી પુરૂષને પ્રાપ્ત થાય છે, તે પુ.