________________
(૭૧૬)
જૈન મહાભારત. તે વરઘોડો ત્યાંસુધી આવ્યો નહીં. વિવાહ માટે ચડી આવેલે વર પાછો ગયો અને વરઘોડાને બધે સાથ વીંખાઈ વેરાઈ ગયો.
આ વખતે કેઈએ આવી ખબર આપ્યા કે, “પરણવાને આવનારે વર પાછે ગમે છે અને તે વૈરાગ્ય ઉપજવાથી પરણુવાની ના કહે છે. વિવાહનું બધું કામ બંધ રહેશે.” આ ખબર સાંભળતાં જ તે ગેખ ઉપર ઉભેલી બાળા જાણે વાઘાત થયો હોય એમ મૂછિત થઈ પૃથ્વી પર પડી ગઈ અને તેની સખીઓ અને દાસીઓ આકુળ-વ્યાકુળ બની ગઈ - વાંચનાર! આ પ્રસ્તુત પ્રસંગને અનુમાનથી જાણી શકાશે. તથાપિ તેનું વિવેચન કરવાની જરૂર છે. જે બાળાને સ્ત્રીઓ માંગલ્યશૃંગાર ધરાવતી હતી અને પછી જે વાજિંત્રને ધ્વનિ સાંભળી ગેખ ઉપર પરિવાર સાથે આવી હતી, તે ઉ. ગ્રસેનની પુત્રી રાજીમતી હતી. તેની સાથે વિવાહ કરવાને સમુદ્રવિજયરાજાના નેમિકુમારે અંગીકાર કર્યું હતું, તેઓને વરઘેડ વિવાહ કરવાને ઉગ્રસેનના મહેલમાં આવતું હતું. જે જોવા માટે રાજીમતી કન્યા ઉમંગથી ગોખ ઉપર આવી હતી. વરઘોડે જ્યારે શ્વસુરગૃહની નજીક આવે, ત્યાં કેટલાં એક પ્રાણીઓને દીન અને કરૂણ સ્વર નેમિકુમારના સાંભળવામાં આવ્યું, તે સાંભળતાંજ નેમિકુમારે પોતાની પાસે રહેલા એક સેવકને તેની તપાસ કરવા મોકલ્યા. સેવક તપાસ કરીને આવ્યું અને તેણે નેમિકુમારને જણાવ્યું કે, “આ