________________
(૫૭૮)
જૈન મહાભારત. પુરહિતને કહ્યું કે, “તારી કઠેર વાણી મને ઘણીજ અપ્રિય લાગે છે. મારા ભુજ સ્તંભને વિષે સ્થાપિત થયેલી ભૂમિને નીચે ઉતારનાર કોણ છે? એ તારા પાંડ મારી આગળ કોણ માત્ર છે? સૂર્યની આગળ ચંદ્રની ગણત્રી નથી તે પછી નક્ષત્રની શી ગણના હેાય? તેમ મારી આગલ કૃષ્ણની પણ ગણના નથી તે પછી પાંડ શા હીસાબમાં છે? જે પાંડ કૃષ્ણની સહાયથી ગર્વ ધરતા હોય તે તે કૃષ્ણ મારા જેવા સિંહની આગળ શીયાળ છે. ”
દુર્યોધનનાં આવાં વચન સાંભળી તે વાચાળ બ્રાહ્મણ ઉશ્કેરાઈને બે “અરે દુર્યોધન ! લક્ષમીને પૂર્ણ ઉપભંગ કરનારા કૃષ્ણની સાથે તારે ઉત્કર્ષ કે જેનાર છે? સૂ
ની આગળ ખોતની સ્પર્ધાને શબ્દ કેણ સાંભળે છે? સમર્થ કૃષ્ણના ક્રોધાગ્નિમાં અરિષ્ટાસુર, કેશી અને ચાણુર વગેરે
દ્ધાઓની આહૂતી કર્યા પછી છેવટે કંસાદિકની પૂર્ણાહૂતિ થયેલી છે, એ કૃષ્ણની આગળ તું કેણ છે? તેમની વાત તે એક તરફ રહી પણ પ્રતાપી પાંડને પણ સહન કરનાર કેણું છે? તપ, શાસ્રાધ્યયન, અને ઈદ્રિયનિગ્રહથી યુક્ત એવા યુધિષ્ઠિરરૂપ મેઘમાંથી ઉત્પન્ન થયેલા વિદ્યુતાગ્નિ શત્રુ એની સેંકડો સ્ત્રીઓના અશ્રુજળના પૂરથી પણ શાંત થનાર નથી. હેડંબ, કીમીર, બક અને કીચક વગેરેના પ્રાણને હરનાર ભીમસેન યુદ્ધભૂમિમાં કેનું સર્વસ્વ નહીં હરે ? વિદ્યાધરેના વૃદમાં જેની વીરકીર્તિ ગવાય છે, તે અને આગળ