________________
મહાયુદ્ધ ચાલુ
તેરમે દિવસે સૂર્યના કિરણે વિશ્વને પ્રકાશ કરવા સજ્જ થયાં, તે વખતે કુરુક્ષેત્રની ભૂમિમાં બંને પક્ષના સનિકે યુદ્ધ કરવાને સજજ થઈ ગયાં. મહાવીર અર્જુન, ભીમસેન વગેરેને ધર્મરાજા તથા અભિમન્યુનું રક્ષણ કરવા નિજી પોતે સંશતકને જીતવા બીજે સ્થળે ચાલ્યા ગયે હતે.. - અહીં યુદ્ધભૂમિમાં દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડી લેવા માટે સંસારચક્રની જેમ દુર્ભેદ એવા ચકબૂહની રચના કરી. આ વખતે વીરકુમાર અભિમન્યુ જેમાં અગ્રેસર છે, એવા પાંડે પોતાના ધનુર્ધારી રાજાઓ સાથે યુદ્ધભૂમિમાં ઉપસ્થિત થયા. ચારે તરફથી સુવર્ણના પુખડાવાળા બાણ છુટવા લાગ્યા. શરીરના સિંહનાદ થવા લાગ્યા અને ઘાયલ થયેલા વીરેના અગમાંથી રૂધિરની ધારાઓ વહેવા લાગી. ત્યાર પછી ચારે પાંડે અભિમન્યુને આગળ કરી મહાશોર્યથી જેમ સમુદ્ર કલ્પાંતકાળે જગને બુડાડવા પ્રવૃત્ત થાય, તેમ તેઓ શત્રુસેનાને સંહાર કરવા પ્રવૃત્ત થયા.
પાંચ યમ જેમ કમેને જીતવા પ્રવર્તે, તેમ અભિમન્યુ અને ચાર પાંડ મળી પચે દ્રોણાચાર્ય રૂપ કર્મને જીતવા પ્રવર્યા અને સંસારચકના જેવા દુર્ભેદ ચક્રવ્યુહને ભેદવા તટપર થયા. તે સમયે સંયમી પુરૂષ ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધર્મથી જેમ ક્રોધાદિક ચાર કષાયને રોધન કરે, તેમ જ યદ્રથ દશ પ્રકારે બાણ રૂપ દશ યતિધર્મો કરી ચાર પાંડવ રૂપ ચાર કષાયનું શોધન કરવા લાગ્યું.