________________
ન મહાભારત.
( ૯૬)
જૈન મહાભારત. મહારાજા યુધિષ્ઠિરે રાજ્યાધિરૂઢ થઈ નીતિ અને ધમેથી પ્રજાપાલન કરવા માંડયું. તેઓ માતપિતાની ભક્તિપૂર્વક રાજનીતિ ચલાવતા હતા. ઉત્તમ નીતિવાળા પ્રમાણિક મંજિએને નીમી રાજ્યને કારોબાર સારી રીતે ચલાવતા હતા. જેવી રીતે કુંતી અને પાંડુની તેઓ ભક્તિ કરતા, તેવીજ રીતે ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પણ આદરપૂર્વક ભક્તિ કરતા હતા. સર્વ રાજકુટુંબ ઉપર તેમને સમાનભાવ હતું. તેના પ્રતાપી રાજ્યમાં અહિંસા ધર્મની ઉત્તમ પ્રવૃત્તિ થઈ હતી. વિમાનના જેવાં રચેલાં જિનાલમાં પૂજાભક્તિ થતી હતી. પર્વના પવિત્ર દિવસોમાં રાજ્યની સમૃદ્ધિથી સુશોભિત એવા ધાર્મિક ઉત્સવ થતા હતા. ચતુર્વિધ સંઘ પિતપિતાના ધર્મ પ્રમાણે વતી સદાચારથી ચાલતું હતું. મહારાજા યુધિષ્ઠિરે દીન અને અનાથ લેના ભેજનને માટે ઉત્તમ પ્રકારનાં સદાવ્રતે બાંધ્યાં હતાં, સર્વ પ્રકારની કેળવણી આપવાને મોટાં મોટાં જ્ઞાનાલ અને કળાલયે સ્થાપિત કર્યા હતાં. મહારાજા પિતે અંતરમાં આસ્થા ધારણ કરી જિનેશ્વરના ચેત્યાદિકની યાત્રાઓ કરતે અને કરાવતે હતે. મહારાજા યુધિષ્ઠિરે પિતાની દિનચર્યામાં ધાર્મિક અને સાંસારિક કાર્યોની વ્યવસ્થા કરી હતી અને તે પ્રમાણે તે નિયમથી વર્તી હતું. તેના ધર્મ રાજ્યમાં કઈ પણ પ્રજાજન દુઃખી ને હતે. મિક્યાત્વ, અસત્ય, છળ-કપટ, દંભ, આડંબર અને બીજા દુરાચારે પ્રજામાંથી નષ્ટ થઈ ગયા હતા.'