________________
(૭૦૦)
જેને મહાભારત. વેલા બીજા મુખ્ય પુરૂષોએ પણ એ મહા મુનિને વંદના કરી હતી. વંદના કરતાં કરતાં તે તેજસ્વી પુરૂષનાં નેત્રમાંથી અશ્રુ ધારા ચાલવા લાગી અને ગદગદિત સ્વરે તેણે મુનિને સુખશાતા પુછી હતી. | વાંચનારને આ બનાવ અપૂર્વ લાગશે, પણ જ્યારે તે વિચાર કરશે ત્યારે તેની મને વૃત્તિમાં આ વૃત્તાંતને પ્રકાશ પડ્યા વિના રહેશે નહીં, તથાપિ લેખક પિતાનું કર્તવ્ય સમજી અહીં તેનું સ્પષ્ટીકરણ કરવા ગ્ય ધારે છે.
જે મહામુનિ પર્વતની શુહામાં રહેલા છે, તે આપણું કથાના એક પ્રખ્યાત નાયક ભીષ્મપિતામહ હતા. તે મહાવીર કુરૂક્ષેત્રના યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ભદ્રગુપ્તાચાર્ય પાસે દીક્ષિત થઈ આ સ્થળે રહેલા છે. તેમણે મનેભાવનાના બળથી ચા રિત્ર લેતાંજ અધ્યાત્મજ્ઞાનને સંપાદન કર્યું હતું. તેથી આ નેક ગીતાર્થો તેની સેવાભક્તિ કરવાને ત્યાં હાજર રહ્યા હતા.
જે તેજસ્વી અને રાજવેષધારી પુરૂષ મેટા પરિવાર સાથે તે સ્થળે આવ્યો હતો, તે હસ્તિનાપુરને મહારાજા યુધિષ્ઠિર રાજ્યાસનપર વિરાજિત થયા પછી પોતાના પૂર્વોપકારી પિતામહને વંદના કરવાને આવ્યું છે. તેની સાથે ભીમસેન વગેરે તેના બંધુઓ અને મુખ્ય મુખ્ય પુરવાસીઓ આવેલા છે. મહારાજા દુર્યોધન પંચકલ્યાણિક નામના અશ્વ ઉપર બેસીને તે સ્થળે આવ્યું હતું. જ્યારે તેણે તે રાજર્ષિના આશ્રમમાં પ્રવેશ કરવા માંડ્યો, ત્યારે તેણે મુગટ, છત્ર,