________________
(૭૨)
જૈન મહાભારત.
હુવે છેવટે પ્રસન્ન થઇને અમને ઉપદેશ આપેા. તમારા ઉપદ્મશથી કુળક્ષયના મહાપાપમાંથી હું મુક્ત થઈ શકીશ. તમે અમારા પ્રથમથીજ ઉપકારી છે. પૂર્વે તમારા રાજ્યધર્મના ઉપદેશથી અમે સરીતે સુખી થયા હતા અને હુવે આ વખતે આત્મધર્મના ઉપદેશથી અમને નિષ્પાપ અને પવિત્ર કરા. તમે અમારા સાંસારિક અને ધાર્મિક અને જીવનના ઉપકારી છે.”
46
ધર્મરાજાનાં આવાં વચન સાંભળી ભીષ્મમુનિ પ્રસન્ન થઇને ઓલ્યા—— યુધિષ્ટિર! મેં જેતને પૂર્વે ઉપદેશ આપ્યા હતા, તેવા ઉપદેશ હવે મુનિ રૂપે મારાથી આપી શકાય તેમ નથી. કારણકે તે અથ અને કામના ઉપદેશ હતા. મારા સુનિસ્વરૂપને ઘટે તેવા હું તને ધર્મ તથા મેાક્ષના ઉપદેશ હું.. આપું, તે તુ એકચિત્તે શ્રવણુ કરજે અને તારા હૃદયમાં તે સ્થાપિત કરજે. ભદ્ર યુધિષ્ઠિર ! આપણા આર્હ શાસ્ત્રમાં દાન, શીળ, તપ અને .ભાવ—એવા ચાર પ્રકારના ધર્મ કહેલા છે. તે ચતુર્વિધ ધર્મ ચારે વર્ણન કલ્યાણકારક થાય છે. તેમાં દાન એ સ્વર્ગ તથા મેાક્ષનું ખીજરૂપ છે. એ દાનના ત્રણ પ્રકાર પડે છે. મૃત્યુથો ભય પામેલા એવા પ્રાણીઓને અભય આપવું એ અભયદાન પહેલા પ્રકા૨માં આવે છે. બીજું જ્ઞાન દાન છે. એ દાનમાં તત્ત્વાર્થસિદ્ધિને આપનારા આગમાનેા અભ્યાસ કરાવવાતુ છે. મીજાના અંતરનું અજ્ઞાન રૂપ અંધકારને