________________
હસ્તિનાપુપતિ યુધિષ્ઠિર.
(૬૯૭) . યુધિષ્ઠિરનું આવું ધર્મરાજ્ય જોઈ તેના સંબંધીઓ ઘણાજ ખુશી થતા હતા. દ્વારકાપતિ કૃષ્ણ તેને અભિનંદન આપી પ્રસન્ન થતા હતા. શ્રીકૃષ્ણ કેટલેક વખત યુધિષ્ઠિરની રાજધાનીમાં રહી પછી પિતાના પરિવાર સાથે દ્વારકામાં ગયા હતા. પોતાની રાજધાનીમાં જતી વખતે કૃષણે “ધર્મ રાજા ! આ ભૂમિમાં તમે વિજયી થાઓ” એવી આશીષ આપી હતી. - પાંડવ અને કરવાનું મહાયુદ્ધ સમાપ્ત થયા પછી ભારતભૂમિમાં ઘણે કાળ શાંતિ રહી હતી. ભારતીપ્રજા પાંડના પ્રભાવથી પ્રસન્ન થઈ તેમનું યશગાન કરતી હતી. પ્રતાપી પાંડનું અને કૃષ્ણ વાસુદેવનું રાજ્ય ભારતની સર્વ પ્રજાને સુખદાયક થઈ પડયું હતું. સર્વ સ્થળે શાંતિ, સુખ, ઉદય, સમૃદ્ધિ અને સંપનું રાજ્ય ચાલતું હતું. બાંધવ સહિત પાંડુપુત્ર ધર્મરાજાએ પોતાના રાજ્યમાં ન્યાયરૂપ વૃક્ષનું આરો પણ કરી તેને સુચરિતરૂપ જળના સિંચનથી વૃદ્ધિ પમાડયું હતું, જે વૃક્ષમાંથી પુણ્ય અને યશ રૂપ બે ફળ પ્રાપ્ત થયાં હતાં. - પ્રિય વાંચનાર ! આ યુધિષ્ઠિરના ધર્મરાજ્યને પ્રસંગ વાંચી તારા હૃદયને અપૂર્વ આનંદ ઉત્પન્ન થયે હશે. ધર્મ, નીતિ અને પ્રમાણિકતાથી વર્તનાર પુરૂષને પરિણામે જય થાય છે, એ વાત આ યુધિષ્ઠિરના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ કર્મના ગે યુધિષ્ઠિરે અવ આપત્તિઓને અનુભવ