________________
જેને મહાભારત
મુદ્રમાં સ્નાન કર અને આ યુદ્ધના શિદ્રધ્યાનને ત્યાગ કરી શુભધ્યાન કર તેથી બ્રહ્મલેકના સુખની સંપત્તિ તારા આવવાના માર્ગની રાહ જુએ છે.” આ અદશ્ય વાણી. સાંભળી જ્ઞાની દ્રોણાચાર્યે પિતાના હૃદયમાં ચિંતવ્યું કે, “આ સંસારરૂપ અરણ્ય ભયંકર છે અને ક્રોધ વગેરે કષાયે. આત્મજ્ઞાનને હરણ કરનારા ચાર છે.” આ પ્રમાણે ચિંતવી તેમણે પંચપરમેષ્ઠીરૂપ મંત્રનું સ્મરણ કરતાં શ્રી અરિહંત ભગવાનનું શુભધ્યાન કર્યું અને તેઓએ શુભધ્યાન રૂપ યે સાધન કરી બ્રાદ્વારને ભેદ કરી બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં ગમન કર્યું. આ વખતે ધૃષ્ટદ્યુમ્ન આવી નથી તેમના મસ્તકનું છેદન કરી લીધું. આ સમયે કેર અને તેમના સૈનિકે ગ્લાનિ પામી ગયા અને એક મહાન યોદ્ધાના વિયોગથી નેત્રોમાં અશ્રુ લાવી રૂદન કરવા લાગ્યા અને પાંડેની સેનાને વિષે આનંદને ક્ષીર સમુદ્ર ઉછળી ચાલ્યું.
આ વખતે પોતાના પૂજ્ય પિતા દ્રણાચાર્યનું મૃત્યુ સાંભળી તેને પુત્ર અશ્વત્થામા પાંડની સેના ઉપર ધાઈ આવ્યો. તેણે પ્રથમ ઉંચે સ્વરે જણાવ્યું–“આ પાંડવોની સેનામાં જે વીરે મારા પિતાને વધ કર્યો હોય, કિંવા જે વરે કરાવ્યું હોય, તેમજ જેણે અનુમોદન આપ્યું હોય, જે વીએ મારા પિતાને વધ જે હોય અને સાંભળે હોય, તે સર્વે વીરેને આ મારા બાણે મારા ક્રોધરૂપ અગ્નિને વિષે હવન કરી પછી પાંડેની પૂર્ણાહુતિ કરશે.” આ