________________
(૬૯૦)
જૈન મહાભારત.
આ પ્રમાણે કહી તેમણે કૃષ્ણની આગળ અમૂલ્ય રત્નાની ભેટ ધરી હતી. શ્રીકૃષ્ણે પોતાને તે સ્થળે આનંદ થયે હતા, તેથી તે સ્થળને આનંદપુરના નામથી પ્રખ્યાત કર્યું હતું. ઇંદ્રની ઉપમાવાળા શ્રીકૃષ્ણે પછી સ યાદવેાને લઈ ભરતના ત્રણ ખડાને વશ કરવા પ્રયાણ કર્યું હતુ. જે દેશને વિષે પર્વત સરખી કેાટીશિલા એ નામની એક શીલા છે, તે દેશમાં શ્રીકૃષ્ણે આવ્યા હતા. ઉંચાઈમાં, ઘેરાવામાં અને લંબાઇમાં એક ચેાજન પ્રમાણવાળી તે શિલાને કૃષ્ણે ઉંચી કરી અને ઉછાળી પેાતાના વાસુદેવ પણાના બળની પરીક્ષા આપી હતી. તે વખતે દેવતાઓએ તેમની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી હતી.
અનુક્રમે ષટ્દ્બેંડ દિગ્વિજય કરી કૃષ્ણ પોતાની રાજધાની દ્વારકામાં પાછા ફર્યા હતા. તે વખતે શણગારેલી દ્વારકાનગરીમાં લેાકાએ અતિ ઉલટથી તેમના પ્રવેશેાત્સવ કર્યા હતા. તે પછી રાજા સમુદ્રવિજ્ય, વસુદેવ, ખળભદ્ર, પાંચ પાંડવા, મુખ્ય યાદવા, રાજકુમારા, સાળ હજાર રાજાઓ, ભરતાદ્ધ માં વાસ કરનારા દેવતાએ, વસુદેવે જીતી સ્વાધીન કરેલા ખેચરા—તેઓ સવે મળી શ્રીકૃષ્ણને ઉંચા સિંહાસનપર બેસાડી વાસુદેવપણાના મહાન રાજ્યાભિષેક કર્યો હતા; જેમાં માગાદિ તીર્થોનાં જળ લાવવામાં આવ્યાં હતાં. તે સમયે શિવાદેવી, રાહિણી અને દેવકી વગેરે કૃષ્ણમાતાએ