________________
જૈન મહાભારત.
પાંડવસેના ઉપર ફેંકયું. તે અસ્ત્રના પ્રભાવથી પાંડવ સેના દગ્ધ થવા લાગી. એટલે અને બ્રહ્માસ્ત્ર છોડી તેને શાંત કરી દીધું. આથી અશ્વત્થામાને ભારે ક્રોધ ઉત્પન્ન થઈ આવ્યું અને પિતાના અસ્ત્રોની નિષ્ફળતા થવાથી તેના મનમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ આવી. આ વખતે કે દેવતાએ ઉંચેસ્વરે કહ્યું, હે દ્વિજપુત્ર! તું શાંત થા. આ અર્જુન અને કૃષ્ણ પૂર્વજન્મે એવું તપ કર્યું છે કે, જેથી તેમનામાં દિવ્ય પરાક્રમ પ્રાપ્ત થયું છે, માટે તેમને દેવ પણ જીતવાને સમર્થ નથી.” દેવની આ વાણી સાંભળી અશ્વત્થામા વિચારમાં પડયે. તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર આરૂઢ થઈ ગયા એટલે બાર પહેરનું યુદ્ધ કરી શ્રોત થયેલી બંને સેના પોતપોતાના શિબિર પ્રત્યે ચાલી ગઈ.
તે રાત્રે કૌરવપતિ દુર્યોધને દ્રોણાચાર્યના મરણથી ખેદ પામી પિતાની સેનાનું આધિપત્ય કર્ણને આપ્યું. હવે તેની આશારૂપ વલ્લીને આશ્રયરૂપ એક કર્ણ જ રહ્યો હતો.
બીજે દિવસે પ્રાતઃકાળે બંને પક્ષની સેના કુરૂક્ષેત્રના વિશાળ મેદાનમાં આવી. આ યુદ્ધને સેળ દિવસ હતો. મહાવીર કર્ણ કેવસેનાની મેખરે ચાલતું હતું. પાંડવસેનાને અધિપતિ ધૃષ્ટદ્યુમ્ન તે સેનાના અગ્રભાગે રહેલું હતું. જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને સંગમ થાય, તેમ બંને પક્ષના વીરો યુદ્ધભૂમિમાં એકઠી થયા. સેનાપતિઓની આજ્ઞાથી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું. ક્ષણવારમાં તે અનેક