________________
(૬૭૮)
જૈન મહાભારત કરી ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને વધ કરી પાંડવસેનાને છિન્ન ભિન્ન કરી નાંખી હતી. તે સમયે શિબિરની રક્ષા કરવાને નિમેલા દ્રપદીના પાંચ પુત્ર કે જેઓ પાંચાલના નામથી ઓળખાય છે, તેઓ અશ્વત્થામાની ઉપર ચડી આવ્યા હતા. અશ્વત્થામાએ પિતાના તીક્ષણ બાણેની તેમના ઉપર વૃષ્ટિ કરવા માંડી અને આખરે તેણે પોતાનાં બાણેથી દ્રોપદીના પાંચ પુત્રને મારી નાંખ્યા હતા. તેમનાં પાંચે મસ્તકે છેદી. લઈ કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા જ્યાં દુર્યોધન માત્ર શ્વાસે અવશેષ રહેલે હતા ત્યાં આવ્યા અને દુ:ખી હાલતમાં પડેલા દુર્યોધનને શીતળ જળના સિંચનથી સચેત કરી તે પાંચે મસ્તકે તેની આગળ ધરી સ્થાપિત કર્યા હતાં. પછી તેમણે કહ્યું કે, “રાજા દુર્યોધન ! અમાએ પાંચે પાંડવેનાં મસ્તક છેદી તારી આગળ મુક્યાં છે તેનું તું અવલોકન કર.” દુર્યોધને પિતાના મંદનેત્રે અવલકહ્યું, ત્યાં પાંડવાનાં મસ્તક તેના જેવામાં ન આવ્યાં, પણ પાંચે પાંચાલનાં મુખ જોવામાં આવ્યાં. એટલે તેનું મુખ શ્યામ થઈ ગયું અને તે મંદસ્વરે બે –
મૂર્ખા! તમને ધિક્કાર છે. તમારૂ આ પરાક્રમ નિંદનીય છે. તમે એ આ દુધપાન કરનારા પાંચ દ્વિપદીના બાળપુત્રોને માર્યા છે.” આટલું કહી તે વિશેષ મૂછ પામી ગયે અને ક્ષણવારમાં તેણે પિતાના પ્રાણ ત્યાગ કરી દીધું. વાંચનાર ! અહીં ભારતનું મહાયુદ્ધ સમાપ્ત થયું છે. પાપી