________________
જરામધ અને કૃષ્ણવાસુદેવ.
( ૬૮૧ )
ક્ષના ભાગ ગાજી રહ્યા હતા. દુર્યોધનની માતા ગાંધારી, તેની સ્ત્રી ભાનુમતી અને જયદ્રથનીસ્ત્રી દુ:શલાએ કુરૂક્ષેત્રની ભૂમિ માં ભારે વિલાપ કર્યા હતા. તેમના વિલાપથી સર્વ કુદરતની રચના જાણે શૂન્ય થઈ હાય, તેમ દેખાતી હતી. આ સના વિલાપમાં ભરિશ્રવાની સ્ત્રીએએ પણ પેાતાના વિલાપના ૧ધારા કરી સને વિશેષ શાકમય કર્યાં હતાં.
આ સમયે યુધિષ્ઠિરે પોતાના મિત્ર સાત્યકિને પાંડુરાજાની પાસે માકલ્યેા અને તેની સાથે કહેવરાવ્યુ કે “ કુરૂક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયુ છે અને તમારા પ્રતાપથી અમે વિજયી થયા છીએ. પણ જયાંસુધી આપણા સ્નેહી કૃષ્ણના શત્રુ જરાસંઘ જીવતા છે, ત્યાંસુધી તેને માર્યા વિના અમે આવીશુ નહીં. માટે જ્યાંસુધી અમે ન આવીએ ત્યાંસુધી અમારી રાહ જોઇ તમે હસ્તિનાપુરની પ્રજાનુ પાલન કરો.”
સાત્યકિની સાથે આ પ્રમાણે સ ંદેશા કહેવરાવી પાંડવા જરાસંઘની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા હતા.
આ સમયે જરાસંઘના સામક નામના દૂતે આવી કુષ્ણને કહ્યું, “કૃષ્ણ ! ત્રણ ખંડના અધિપતિ જરાસંઘ જ્યાંસુધી વિજયી છે, ત્યાંસુધી તું કારવાના સંહાર કરી ગ કરીશ નહીં. મહાવીર જરાસંઘ પેાતાના જમાઇ કંસ અને પેાતાના મિત્ર દુર્યોધનનુ વેર લેવા અતિશય ઉત્સુક છે. તેણે તને કહ્યુ છે કે કુરૂક્ષેત્રની ભૂમિ રૂધિરના તર ંગોથી વ્યાસ અને અઢાર અજ્ઞાહિણી સેનાથી આચ્છાદિત છે, તેથી કુરૂક્ષેત્રના ત્યાગ કરી