________________
( ૫૦ )
જૈન મહાભારત.
આ વખતે વીરકુમાર અભિમન્યુએ ધાયમાન થઈ પિશાચના વિવર જેવા ભયંકર ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો, જેમ સમુદ્ર સ` પતાને ડુબાવે તેમ એકલા અભિમન્યુએ ચક્રવ્યૂહમાં પોતાના ખાણુસાગરની અંદર કાટ્યવૃધિ શત્રુઓને ડુબાવી દીધા. તે સમયે રાજકુમાર અભિમન્યુનું પરાક્રમ જોઈ શલ્ય, ક, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા અને દુર્યોધન હૃદયમાં દહન થવા લાગ્યા. તેઓ એ બાળકનું અતુલ બળ સહન કરી શકયા નહીં. તેવામાં કણ્ અભિમન્યુના ધનુષ્યનેતેાડી નાંખ્યું. કૃપાચાર્યે તેના સારથિને માર્યા. કૃતવર્માએ તેના રથને ચણુ કરી નાંખ્યા. પછી અભિમન્યુ હાથમાં ઢાલ તરવાર લઈ પેદલ થઇ યુધ્ધ કરવા લાગ્યા. આ સમયે અશ્વત્થામાએ પોતાના માણુથી અભિમન્યુના અગ્નિ જેવા ખઙ્ગને ખંડિત કરી નાંખ્યું. પછી અભિમન્યુ હાથમાં ચક્ર લઇ અનેક રાજાના મસ્તકાને ધડથી જુદા કરવા લાગ્યા. તે પછી ગદાના પ્રહારથી તેણે દુ:શાસનના પુત્રના પર્યંત જેવા રથને તાડી નાંખ્યા. જ્યારે અભિમન્યુએ આ કામ કર્યું, એટલે કર્ણ તથા કૃપાચા વગેરે મહારથિએ લજ્જાના ત્યાગ કરી તેની પર પ્રહાર કરવાને તુટી પડ્યા. તેમના બહુ મારથી તે બળવીર જૈનું મૂલ છેદાઇ ગયું છે એવા વૃક્ષની જેમ ભૂમિતળ ઉપર પડી ગયા. જ્યારે અભિમન્યુ નીચે પડયે એટલે જયદ્રથ આવી પેાતાના ખડુંથી પડેલાપર પાટુની જેમ અભિમન્યુના મસ્તકને છેદી નાંખ્યું અને તે સાચેજ પેાતાની કીર્તિરૂપ લતાને પણ છેદી નાંખી. આ સમયે