________________
જૈન મહાભારત.
(૬૫)
પ્યમાન થઇ ગયા. તે કાળે દિશાઓને આચ્છાદન કરનારૂ, આકાશમાં રહેલા દેવતાઓને તથા પક્ષીઓને ભય આપનારૂ અને પૃથ્વીને આકુળ-વ્યાકુળ કરનારૂં અર્જુન અને જયદ્રથનું ઘેાર યુદ્ધ પ્રવસ્યું. વિવિધ પ્રકારના શસ્ત્રો, ખાણેાએ કરેલા અંધકારમાં પ્રકાશ આપવા લાગ્યા. ઘણીવાર માણુયુદ્ધ ચાલ્યા પછી અર્જુને જયદ્રથના ખાણેાને છેદવા માંડ્યાં અને છેવટે દુર્યોધન વગેરેની રક્ષા છતાં અર્જુને એક તીક્ષ્ણ ખાણુથી જેયદ્રથના મસ્તકને છેદી નાખ્યું. એ મસ્તકના છેદનથી સૂર્યાસ્ત પહેલાં એ વીર અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ અને અભિમન્યુના વૈરના મહાન પ્રતિકાર થયા. મસ્તક જુદું પડ્યાં પછી તેનું કખ ધ રક્તની ધારાઓથી વ્યાપ્ત થઈ ભૂમિ ઉપર ક્ષણ વાર નૃત્ય કરી પડી ગયું. “અર્જુન જયદ્રથના વધ કરીને પણ અદ્યાપિ ચાદ્ધાઓને મારે છે” એવું જાણી તે જાણે સના કરૂણાબધુ હાય એવા સૂર્ય સધ્યાના અધેાભાગને વિષે સત્થર ગમન કરી ગયા. યુદ્ધની પ્રક્રિયાના નિરોધ કરવામાં આવ્યા. આ ચૌદ દિવસના યુદ્ધમાં પાંડવાએ કારવાની સાત અક્ષોહિણી સેનાના સંહાર કર્યા હતા. અર્જુને જયદ્રથને માર્યા અને પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, એ ખખર જાણી દ્રોણાચાય ને ભારે ક્રોધ ઉત્પન્ન થઇ આવ્યા અને તેથી તેમણે તે દિસે રાત્રે પણ યુદ્ધ કરવાની આજ્ઞા આપી. કારવાના ચાદ્ધા કૃષ્ણરાત્રિમાં યુદ્ધ કરવાને તૈયાર થયા અને રણવાદ્ય વાગવા માંડ્યાં. તે વખતે જાણે રાજાઓના સંહાર કરવાને કાલિકા આવી હોય, તેવી તે કૃષ્ણરાત્રિ ભાસવા લાગી. શ્યામ