________________
(૧૦)
જેન મહાભારત. પડ્યો. કારણકે, તમે મારા ભાણેજ છે. હવે મારે મારું વચન અન્યથા કરવું એ મને યોગ્ય લાગતું નથી. જે પુરૂષની વાણું ઉચ્ચાર થયા પ્રમાણે નિર્વાહ કરતી નથી તે પુરૂષ સર્વ રીતે નિંદનીય છે. હે રાજન ! આ પ્રમાણે મારું સત્ય વૃતાંત તમને કહેવા માટે જ હું અહિં આવ્યો છું.” - ન્યાયી ધર્મરાજા ઉત્સાહથી બેલ્યા–“મામા ! તમારું કહેવું યથાર્થ છે. મારી જેમ દુર્યોધન પણ તમારે ભાણે જજ છે. માટે તેમાં કોઈપણ લજજા પામશે નહિ. સત્વર તમારી સેના લઈ દુર્યોધનની પાસે જાઓ. દુર્યોધન તમારી સહાયથી ભલે ઉત્કર્ષ પામે.” ધર્મરાજનાં આવાં વચનો સાંભળી શલ્ય ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા, ત્યાં તેની પાછળ નકુલ અને સહદેવ ચાલ્યા અને થોડે દૂર જઈ તેઓ શૈલ્ય પ્રત્યે બોલ્યા–“મામા ! તમે જે વાત કહી, તે સર્વરીતે અગ્ય છે. કેઈ પ્રસંગે જ્ઞાતા પુરૂની બુદ્ધિ પણ મેહ પામી જાય છે. આ તમારી પ્રતિજ્ઞા ભારે પડતી છે. એ પ્રતિજ્ઞાના ભારથી અમારી માદ્રી માતા લજજાને ભારે કરી એવા નમ્ર થઈ જશે કે, લેકમાં પોતાનું મસ્તક કેવી રીતે ઉંચુ કરશે? અને ભીમસેને કૈરાને મારતા છતાં તમે તેને આશ્રય કરનારા થયા છે, એવા તમારા દુર્યશથી મલીન થયેલા અમારા મુ. ખને અમે યુધિષ્ઠિરને કેવી રીતે દેખાડી શકીશું ? મામા ! તમે વિચાર કરે. આ તમારા ભાણેજને પક્ષ છોડી તમે વિપક્ષમાં સામેલ થાઓ છે, એ તમારી કીર્તિને મલિન કર