________________
યુદ્ધાર ભ
(૬૧૯)
એના પ્રલયકાળના મેઘ હેાય તેવા દેખાવા લાગ્યા. તે પાંચ પાંડવા જાણે પાંચ ઈંદ્રો હોય, તેમ યુદ્ધના સાધનાથી ભરેલા રથ ઉપર આરૂઢ થયા અને તેમની આસપાસ દેવાની જેમ કેટલાએક આમ રાજાએ વીંટાઈ વળ્યા હતા.
જ્યારે પાંડવસેનારૂપે ભગીરથીના ધોધ કુરૂક્ષેત્ર સાગર તરફ વળ્યા તે વખતે મણિચડ, સહસ્રાક્ષ, ચદ્રાપીડ, મહાબળ, અને ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરાના રાજાએ શ્રેણીઅંધ વિમાન લઇ આવી મળ્યા. તેમણે યુધિષ્ઠિરને નમન કરી જણાવ્યું, “દેવ! પૂર્વે તમારા ખએએ અનેક પ્રકારનાં કામ કરી અમારા જીવિતને ખરીદી લીધું છે. માટે અમે તમારી સેવા કરવાને હાજર થયા છીએ.” આ પ્રમાણે કહી તેઓ પાંડવસેનારૂપ સિરતામાં મળી ગયા. એવામાં હેડ ખાના પુત્ર ઘટાત્કચ આવી પેાતાના પિતા ભીમ અને કાકાને વંદન કરી ઉભા રહ્યો. આ સમયે અશ્વોના હણહણાટથી, હસ્તીઓની ગર્જનાથી, વીરાના સિંહનાદથી અને રથાના ગડગડાટથી યુક્ત એવા યુદ્ધના વાજિંત્રાના નાદ સ્વર્ગ તથા ભૂમિના સંપુટને ફાડતા હતા, સ લેાકેાની કણે દ્રિયને લુટતા હતા, પતાની ગુફાઓને વિદારતા હતા, સમુદ્રને ક્ષેાભ કરતા હતા અને પૃથ્વીને ક ંપાવતા હતા. આ વખતે સૂક્ષ્મ જેમ મકર રાશિમાં આવી હિમના નાશને માટે ઉત્તર દિશામાં ગમન કરે, તેમ ધર્મરાજા શત્રુઓના નાશને માટે રથમાં એશી રણભૂમિમાં ગમન કરવા લાગ્યા. પાંડવાના સેના સમુદાય