________________
મહાયુદ્ધ.
(૩૧) | દુર્યોધનનાં આવાં વચનો સાંભળી ભીષ્મપિતા બોલ્યા
વત્સ! આવી તુચ્છ વાણુને ઉચ્ચાર કેમ કરે છે? એ પાં ડના બંધુપણા માટે જે કે મારું ચિત્ત તેમને વિશે વાત્સલ્યભાવ ધારણ કરે છે, તથાપિ મેં મારું જીવિત તારે માટે વેચી દીધું છે તેથી હું પાંડનું વાત્સલ્ય છેડીને યુદ્ધ કરૂં છું, તથાપિ મારે તને કહેવું જોઈએ કે, જે સૈન્યમાં અર્જુન ધનુષ્યધારી ઉભું રહે, તે સૈન્યની સાથે યુદ્ધ કરતાં અવાય જય પ્રાપ્ત થવાની મને શંકા છે. તથાપિ જન્મથી અભ્યાસ કરેલા નિર્દોષ યુધથી હું પ્રાત:કાળે પૃથ્વીને શૂરરહિત કરીશ.” ભીષ્મનાં આવાં વચન સાંભળી દુર્યોધન હૃદયમાં ખુશી થતે પિતાની છાવણીમાં આવ્યું હતું.
નવમે દિવસે ભીષ્મપિતામહ યુધ્ધને મેખરે આવી ઉભા રહ્યા હતા. તેમણે પિતાના બાણેની વૃષ્ટિથી ગગનને એવું આચ્છાદિત કરી દીધું કે, પ્રાત:કાળના સૂર્યના રક્ત કિરણે કુરૂક્ષેત્રની ભૂમિને પ્રકાશિત કરી શકયા નહીં. ભયંકર ભીમે બાણેને મારે એ ચલાવ્યું કે જેથી પાંડના કેટલાએક વીરો ધ્વજદંડની પાછળ અને રથની નીચે સંતાઈ ગયા હતા. તે દિવસે ભીષ્મના ભયંકર પ્રહારની સામે પાંડવ સેના ટકી શકી નહીં. કેટલાએક સુભટેએ કુરૂક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પિતાના પ્રાણ અર્પણ કરી દીધા. ભયથી યુધને પ્રતિબંધ કરવાની જાણે ઈચ્છા કરતા હોય, તેમ સૂર્ય અસ્ત ગિરિમાં અદશ્ય થઈ ગયે. તે વખતે છડીદાર યુધ્ધને નિ