________________
મહાયુદ્ધ.. .
(૬૪૩) શામાટે કરવું જોઈએ? એ મહાવીર ભીષ્મપિતાએ બહારના શત્રુઓની જેમ હવે અંતરના શત્રુઓ ઉપર પરાક્રમ કર્યું છે. એ સમતારૂપ મહાન રાજ્યસત્તાને પ્રાપ્ત થયેલા છે. ભીષ્મપિતામહ વિના હવે યુદ્ધમાં શું થશે ? એવી શંકા તું લાવીશ નહીં. ભીમ અને અર્જુનથી રક્ષણ થયેલા યુધિષ્ઠિરને હું પરાજિત કરી તારા હાથમાં સેંપીશ.”
દ્રોણાચાર્યના આવા ભાષણથી દુર્યોધન પુન: ઉત્સાહિત થઈ ગયે અને પછી તેણે દ્રોણાચાર્યને પિતાની સેનાના અધિપતિ બનાવ્યા અને પોતે ત્યાંથી રણભૂમિમાં શૌર્ય દર્શાવતે ઉપસ્થિત થયે હતે.
વાંચનાર ! આ પ્રસંગમાંથી ખરેખર બેધ ગ્રહણ કરજે અને પૂર્વના ન્યાયયુદ્ધને તારા હૃદયમાં વિચાર કરજે. પૂર્વકાલે યુદ્ધના પ્રસંગમાં પણ આયોધાએ નીતિનું રક્ષણ કરતા હતા. સ્ત્રી, નંપુસક, ઘાયલ અને હથિયાર વિનાના માણસની સામે કોઈ પણ ધર્મ યુદ્ધ કરવા તૈયાર થતું ન હતું. એ પૂર્વનીતિ સર્વ રીતે પ્રશંસાપાત્ર ગણાતી હતી. આજકાલ એ નીતિનું ગૌરવ રહ્યું નથી. વ. માનકાળના અધમ પુરૂ છળ-કપટ કરી બીજાના પ્રાણને નાશ કરે છે. શાંતપણે સુતેલા અશસ્ત્ર મનુષ્યને વધ કરવાને આજકાલના ક્ષુદ્ર મનુષ્ય પ્રવર્તે છે. એવી અધમ નીતિ પૂર્વકાળે પ્રવર્તતી ન હતી. મહાવીર ભીમે શિખંડીની સામે પ્રહાર ન કર્યો અને પિતે મરણાંત પીડા સહન કરી. એ તેમના પ્રવ