________________
( ૬૩૨)
જૈન મહાભારત. ધિ કરવાની આજ્ઞા ઉંચે સ્વરે કહેવા લાગ્યા. પિતાના વિજયથી પ્રફુલ્લિત થતા કરો અને પરાભવથી ખિન્ન થતા પાંડ પોતપોતાની છાવણીમાં પાછા ફર્યા. છે. આ દિવસે રાત્રે ધર્મરાજા કૃષ્ણ વગેરે પિતાના સ્નેહી સભાજનેને બોલાવી વિચાર કરવા બેઠે. તેણે સર્વ પ્રધાન વીરાની આગળ જણાવ્યું કે, “જ્યાં સુધી ભીષ્મપિતામહ યુધભૂમિમાં ધનુષ્યને ટંકાર કરે છે, ત્યાં સુધી આપણને વિજય પ્રાપ્ત થ દૂર છે. વિજયની વાત તે એક તરફ રહી પણ જીવવાની આશા રાખવી મુશ્કેલ છે. આ વખતે આપણે કે યત્ન કરવો જોઈએ ? તેને માટે તમે વિચાર કરીને જ
. આપણામાંથી ભીષ્મપિતામહને કણ કેવી રીતે મારશે ? એમાં મારૂં ચિત્ત શંકિત થઈ ગયું છે.” - આ વખતે કૃષ્ણ બેલ્યા–“રાજન! આજના યુદ્ધમાં જ્યારે ભીષ્મપિતામહે આપણી સેનાને સંહાર કરવા માંડ્યો, ત્યારે મારા બાહુ તેને મારવાને ઉત્સાહ ધારણ કરતા હતા, પણ અને સેગન આપી મારા ઉત્સાહને નિરોધ કર્યો હતે. જે તમારી ઈચ્છા હોય અને તમારી આજ્ઞા હોય તે હું આવતી કાલે પ્રાત:કાળે આ ભૂમિને ગાંગેય વગરની કરી
દઉં. ”
. કૃષ્ણનાં આવાં વચન સાંભળી યુધિષ્ઠિરે કહ્યું, “કૃષ્ણ! તમારી શક્તિ આગળ ઇદ્ર પણ ટકી શકે તેમ નથી, તે પછી ભીષ્મની શી વાત કરવી? પણ જેમના ઉલ્લંગરૂપ પલંગને