________________
(૩૬)
જૈન મહાભારત. મને સાધુધર્મ અને શ્રાવકધર્મ સંભળાવ્યું. એ સમયે તે મુનિવર પાસેથી પ્રાપ્ત થયેલું ધર્મનું રહસ્ય મારા હૃદયને પ્રિય થયું અને સર્વ પ્રાણી માત્રની કલ્યાણ કરવાની ઈચ્છા મારામાં ઉત્પન્ન થઈ. પછી તે દિવસથી મેં અહિંસાધર્મને સ્વીકાર કર્યો. અને ત્યારથી હું સર્વ પ્રાણી માત્રને આત્મસમાન જેઉં છું, સત્ય વાણું બેસું , પરદ્રવ્યથી વિમુખ રહે છું; મેં એની ઈચ્છાને સર્વ થા ત્યાગ કર્યો છે અને પરિગ્રહને નિગ્રહ કર્યો છે. એવી રીતે એ મુનિના ઉપદેશથી અનાચારથી વિમુખ ધર્મને વિષે તત્પર, અને શ્રવણ કરેલા ધર્મને વિષે એકાગ્રબુદ્ધિ કરનાર હં સર્વ આશ્રવથી વિરામ પામ્યા.
શ્રી અરિહંત દેવની પૂજા, ગુરૂની ઉપાસના, તપ, સ્વાધ્યાય, સંયમ અને દાન કરી મારા ઘણું કર્મો છુટી ગયા અને હું તે ષટ્ કર્મનું આચરણ કરવા લાગ્યું. પછી પવનવેગ ના મિના મારા મામાએ મને સર્વ કળાઓ શીખવી હતી. એક વખતે ત્રિકાળજ્ઞ મુનિચંદ્ર નામના જ્ઞાની મુનિ આવી ચડ્યા. હું મારા મામાની સાથે તેમને વંદન કરવા ગયે. વંદના કર્યા પછી મેં એ મુનિવરને અંજળિ જેડી પુછયું કે, મેહરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન એ સર્વ સંયમ મને કયારે પ્રાપ્ત થશે ? મુનિએ મારા પ્રશ્નને આ પ્રમાણે ઉત્તર આપ્યો-“ભદ્ર! તારે સત્યવતી નામે એક કનિષ્ટ માતા પ્રાપ્ત થશે. તેણના પુત્રના સંબંધથી તું ઘણે કાળ ગ્રહવાસમાં રહીશ. કારણ કે, તારા જેવા વિચાર ધરાવનારા પુરૂષે બીજાઓના કાર્ય કરવામાં સ્વાર્થ માને છે, એ માટે