________________
મહાયુદ્ધ.
( ૬૩૭)
તું તારા પિતાની પ્રીતીને અર્થે યાવજ્જીવિત બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ગૃહાવાસમાં રહીશ અને તેથી તુ આ જગમાં દેવવ્રત એવા નામથી વિખ્યાત થઈશ. અનુક્રમે તું કુરૂગાત્રમાં પિતામહ નામ ધારણ કરી શત્રુથી પીડિત એવા દુર્યોધ નની વતી શત્રુઓ સાથે યુધ્ધ કરી દુર્યોધનના ઋણુથી મુક્ત થઇશ. તે પછી ભદ્રગુમાચાય નામના મારા શિષ્યની સમીપે તુ શ્રધ્ધાથી ભાવશલ્યનો ત્યાગ કરી દ્રવ્યશલ્યથી ઉત્પન્ન થયેલી દુ:સહુ પીડાને સહન કરનાર થઇ એક વર્ષ નું આયુષ્ય બાકી રહેતાં એકાગ્રચિત્તે દીક્ષા ગ્રહણ કરીશ. તે પ્રવજ્યાનુ ઉત્તમ પ્રકારે આરાધન કરી એક વર્ષને અંતે જ્યાંથી અધ: પતન થતુ નથી એવા સ્વગ લેાકમાં સુખે ગમન કરીશ. ’” હે દુર્યોધન ! આ પ્રમાણે મને કહી તે મુનિ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા અને હું ત્યારથી આજ સુધી તે વાણીનો અનુભવ કરતા આવું છું. એ ખેચા મારા સાધર્મિ, એક ગુરૂની પાસે વ્રત લેનારા, સ્વાધ્યાયી, સમાન વયવાળા અને ચતુર છે, માટે તેઓ આ સમયે અદશ્ય વાણીથી મને ગુરૂની વાણીનું સ્મરણ કરાવે છે.
:
ભીષ્મ દુર્યોધનને આ પ્રમાણે વાત કહેતા હતા, તેટલામાં તે અર્જુનના તીક્ષ્ણ ખાણાથી તેમનું શરીર પૂરું થઈ ગયું. રામેરામ ખાણા વ્યાપી ગયા. તરત તે નેત્ર મીંચી, મૂર્છા પામી રથના મધ્ય ભાગમાં પડી ગયા અને તેમના હાથ માંથી ધનુષ્ય ગલિત થઇ ગયુ. આ વખતે જાણે બ્રહ્મચારી ભીષ્મની આવી દુરવસ્થા જોવાને અસમર્થ હાય, તેવા સૂ