________________
મહાયુદ્ધ.
(ર૩) યુદ્ધ કરવાને માટે ઠરાવ કર્યો કે, “જે દ્ધાના હાથમાં શસ્ત્ર ન હોય અને જે સ્ત્રી હોય, તેની પર મારે કર નહીં.” આ ઠરાવને સર્વ વીરેએ અભિનંદન આપ્યું. પછી પાંડવ સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નના રથ આગળ અર્જુન અને ભીમ પિતાના રથ લાવી ઉભા રહ્યા. તે સમયે અર્જુનના સારથિ કૃષણે કરવોની સેનાના વીર નાયકોને ઓળખાવવા અર્જુનને કહ્યું, “જુ, આ તાળના ચિન્હવાળી વજાથી અને વેત રંગના ઘોડાથી યુક્ત એવા રથ ઉપર શત્રુઓના ગર્વને દમન કરવામાં સમર્થ એવા ગંગાપુત્ર ભીષ્મપિતામહ છે. કળશના ચિન્હવાળી ધજાવાળા અને રાતા ઘડાઓ જોડેલા રથ ઉપર દ્રોણાચાર્ય છે. કમંડલના ચિન્હથી અંકિત અને ચંદનના જેવી કાંતિવાળા અશ્વરથ ઉપર કપાચાર્ય ધનુર્વિદ્યારૂપ લતાના કંદરૂપ થઈ ઉભા છે. જેની ધજા ઉપર નાગનું ચિન્હ છે અને જેના નીલવર્ણા ઘેડા છે એ આ દુર્યોધન ધનુર્ધારા થઈ સજજ થયેલ છે. જાળના ચિન્હવાળી વજાવાળો અને જેના રથને પીળા વર્ણના અશ્વ જોડેલા છે, એ આ દૃષ્ટ દશાસન સન્મુખ ઉભે છે. જેના રથને વાહી દેશના ઘડા જોડેલા છે અને ધ્વજા ઉપર પાડનું ચિન્હ છે એ આ દુષ્ટ શનિ છે. જેની વજા ઉપર સિંહના પુચ્છનું ચિન્હ છે અને જેના આકાશવર્ણ ઘડા છે એવા આ અશ્વત્થામા છે. જેની વજા ઉપર હળના ચાસનું ચિન્હ છે અને જેના જાંબવણી અશ્વ છે એ આ શલ્ય છે. તે સિવાય વિવિધ જાતની વજાવાળા અને વિવિધ વર્ગો ઘડાવાળા આ જ્યદ્રથ, ભૂરિશ્રવા,