________________
(દરર )
જેને મહાભારત.
આ વાંચનાર!આ ઉપરથી તમારે ખરેખર બોધ લેવાને છે. કદિ તમને સત્તા પ્રાપ્ત થાય તે તેને તમારે દુરૂપયોગ અને નીતિના માર્ગનું ઉલંઘન ન કરવું. વળી વર્તમાનકાળે આ જગતમાં અર્વાચીન લેકે જૈન પ્રજા કે જે અહિંસકપનણાથી અંકિત છે, તેને ભીરૂ અને નિર્માલ્ય કહી વડે છે. તે કલંક દૂર કરવાને તેમણે પોતાના હૃદયમાં આ પૂર્વના ચરિત્ર ઉપરથી દેશાભિમાન અને ધર્માભિમાન રાખવું જોઈએ. જેમ પૂર્વે દેશ અને ધર્મને માટે જેના પ્રજા પોતાના પ્રાણને અર્પણ કરતી તેમ તમારે તેને માટે પ્રાણાર્પણ કરવા તત્પર થવું જોઈએ. પ્રાચીન કાળથી જૈન પ્રા શૂરવીર, દેશાભિમાની અને ધર્માભિમાની છે અને તેજ પ્રજાના તમે સંતાને છે એમ ધારી તમારા હૃદયમાં દેશભકિત અને ધર્મભક્તિ સદા જાગ્રત રાખવી જોઈએ.'
પ્રકરણ ૪૨ મું.
મહાયુદ્ધ, કુરૂક્ષેત્રની વિશાળ ભૂમિમાં પાંડવ-કૈરવની બંને સેના એકઠી થઈ. સર્વ યોદ્ધાઓના અંગમાં યુદ્ધને ઉત્સાહ રેમેરોમ વ્યાપી ગયે. આ વખતે બંને સેનાના વીરેએ ન્યાય