________________
જૈન મહાભારત.
(૬૨૦)
ધૃષ્ટદ્યુમ્રને આગળ કરી યુદ્ધભૂમિ તરફ ચાલવા લાગ્યું. પૃથ્વી ઉપરથી ઉડેલી રજ આકાશના સર્વ પ્રદેશમાં પ્રસરી ગઈ. તેનાથી સવ સ્થળે અંધકાર થઇ ગયું, પણ વિદ્યાધરાના વિમેનાએ સર્વ તરફ સા। પ્રકાશ પાડી દીધા. જ્યારે પાંડવસેના રણભૂમિના મધ્ય ભાગમાં વ્યૂહથી ગોઠવાઈ ગઈ, ત્યારે દુર્યોધનની સેનામાં શ`ખના નાદ થયા. શંખના નાદ સાંભળી સર્વ ચેાદ્ધાઓ સજ્જ થઈ ગયા અને યુદ્ધના આરંભની અને પાતપાતાના સેનાપતિની આજ્ઞાની રાહ જોઈ ઉભા રહ્યા. આકાશમાં દેવતાએ પાંડવા અને કારવાનું મહાયુદ્ધ જોવાને શ્રેણીબંધ વિમાને ઉભા રાખી સ્થિર થયા હતા. એક તરફ ચારણ ભાટા યુદ્ધોત્સાહને વધારનારા વીર કાવ્યા ખેલતા હતા.
પ્રિય વાંચનાર ! આ યુદ્ધના પ્રસંગમાંથી તને જોઇએ તેવા આધ મળી શકશે નહીં, તથાપિ તારા હૃદયમાં પૂર્વકાળના આ વીરાની કેટલી મહત્તા હતી ? તેના વિચાર કરજે અને પૂર્વની વીરતા અને સાંપ્રતકાળની નીર્માલ્યતાના તાલ કરી પૂર્વની ભાવના ભાવજે. જો કે યુદ્ધનો પ્રસંગ હિંસાનો છે, તથાપિ આ ભૂમિની ગારવતા જાળવવાના તે એક પ્રશ સનીય ગુણ છે. જો એ ગુણ મા જગત્ ઉપર ન હાત તા આર્ય પ્રજાનું અનીતિમાંથી રક્ષણ થાત નહિ. દુર્યોધન જેવા દુરાચારી અધમ નરને શિક્ષાની જરૂર છે. અને તેવા પુરૂષો રાજ્યાધિપતિ થઇ બેઠા હેાય તે તેને માટે યુદ્ધ સિવાય બીજો ઉપાય નથી. સત્તા એ દિવ્ય શક્તિ છે, અને તે શક્તિના જો