________________
યુદ્ધારંભ.
દહન કરવામાં તમે મને શા માટે ભાગીદાર કરે છે? તમારે તેમાં કોઈની સહાય લેવાની જરૂર નથી. તમે પાંડવો તમારા પિતા પાંડુના પરાક્રમના વારસ છે અને તમારે પ્રતાપ આ જગમાં ગ્રીષ્મ ત્રાકુના સૂર્યની જેમ તપે છે. તથાપિ તમે મને પ્રાર્થના પૂર્વક યુદ્ધનું આમંત્રણ કરે છે, તેથી હું વીર અર્જુનને સારથી થઈ ધનુર્ધારી દ્ધાઓની દષ્ટિને સારથિપણાથી સંતુષ્ટ કરીશ.”
કૃષ્ણની આ વાણું યુધિષ્ઠિરે માન્ય કરી અને પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી. તેણે પોતાના સામંત રાજાઓની સંમતિથી દુપદરાજાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને બોલાવી સેનાને અધિપતિ બનાવ્યું.
બીજે દિવસે પ્રાત:કાળે રણવીર રાજાઓ સૈનિકના સમુદાય લઈ યુદ્ધ કરવાને નીકળી પડ્યા હતા. શૂરવીરે કેસરીઆ વસ્ત્ર પહેરી બાહર નીકળ્યા. તે વસ્ત્રો જાણે તેમના કોધરૂપી અગ્નિની જવાળા હોય તેવા દેખાવા લાગ્યા. કેટલાએક વીરેએ કંઠમાં નવીન માળાઓ ધારણ કરી હતી. તે જાણે વિજયલ
મીની વરમાળા હોય તેવી દેખાતી હતી. વીર સ્ત્રીઓએ પિતાના પતિઓનું વિજયકલ્યાણ ઈચ્છી તેમના લલાટમાં વિજય તિલક કર્યા હતાં. કેટલીએક વીરબાળા પોતાના પતિને કહેવા લાગી “પ્રાણનાથ! હું વીર કન્યા છું અને વીરવધુ છું, માટે તમારે મને અખંડ વિરપત્નીનું મહાપદ આપવું. અર્થાત્ જે તમે યુદ્ધમાં પરાક્રમ કરી વિજય મેળવશે તે હું