________________
યુદ્ધાર ભ.
(૬૧૫) ધારણ કરે તે પછી કર્ણનું શું પ્રયોજન છે? અને જો હું ધનુષ્યધારી ન થાઉં તે કર્ણથી શું થવાનું છે?” ભીષ્મનાં આ વચન સાંભળી દુર્યોધન બે –“હે પિતામહ! કર્ણને મારી સેનાનું આધિપત્ય આપવાની મારી ઈચ્છા હતી. જે એ મહાન પદ તમે પોતે સ્વીકારે તે પછી મારે કોઈ બીજાને વિનવવાની જરૂર નથી. માટે હું પ્રાર્થના કરૂં છું કે, મારા યુદ્ધને ભાર અને અગ્રેસરપણું તમે પોતે જ અંગીકાર કરે. શેષનાગ શિવાય આ મહીમંડળને ધારણ કરવાને બીજે કેણ સમર્થ થાય ?” દુર્યોધનની આ વાણી ભીષ્મ અંગીકાર કરી એટલે દુર્યોધને ભીષ્મપિતામહને સેનાધિપતિપણાને અભિષેક કર્યો હતે.
આ તરફ રાજા યુધિષ્ઠિર યુદ્ધની તૈયારી કરવાની આજ્ઞા કરી. પિતાના તંબુમાં બેઠા હતા. ત્યાં એક બંદી આવી ઉભે રહ્યો. દ્વારપાળે ધર્મરાજાને ખબર આપ્યા, એટલે તેણે પ્રવેશ કરવાની આજ્ઞા કરી. તે બંદી વિનયથી વંદન કરી બે – “રાજન ! પિતાના અનુપમ સામર્થ્યથી શત્રુઓના મંડળને જિતનાર મહાવીર દુર્યોધનને હું બંદી છું. તેણે મારે મુખે કહેવરાવ્યું છે કે, હું દુર્યોધન તમને પૃથ્વીને ભાગ નહી આપનારે છું. તમે પૃથ્વીના ભાગની સાથે મારી કીર્તિને ભાગ માગે છે, પણ જ્યાં સુધી કરવપતિ દુર્યોધન ભુજદંડ ધારણ કરે છે, ત્યાં સુધી તમારે એવી કોઈ જાતની આશા રાખવી નહીં. આવતી કાલે પ્રાતઃસમયે ભીષ્મપિતામહના સે