________________
( ૧૧૬ )
જૈન મહાભારત.
નાધિપત્ય નીચે જરાસંઘ સહિત મોટા યુદ્ધના સમારંભ થાશે. તે વખતે તમે ભીષ્મપિતામહને આગળ કરી રણભૂમિમાં આવેલા એવા મને જોશે. માટે જો તમારા અંત:કરણમાં ખળના અને ધૈય ના કાંઇપણ ઉત્કર્ષ હાય, સર્વ ભૂમીના વૈભ વના ઉપભાગની ઈચ્છા હાય, વીરેશને નાશ કરવા માટે સિદ્ધ થનારૂં બાહુબળ હોય અને યુદ્ધ ભૂમિમાં ટકી શકવાનું અતુલ સામર્થ્ય હાય તા તમે તમારા અને કૃષ્ણના સૈન્ય સાથે યુદ્ધભૂમિમાં મારી સન્મુખ ઉભા રહેજો. ”
,,
દીનાં આવાં વચન સાંભળી યુધિષ્ટિર એલ્યેા—. - ટ્વીરાજ ! તારા પ્રભુએ જે કહેવરાવ્યું તે સાંભળી મને સંત્તાષ થયા છે. હવે તું મારીવતી તારા સ્વામીને કહેજે કે, તે જેવા આ ઉત્સાહ બતાવ્યા છે તેવા ઉત્સાહ તુ આખર સુધી રાખજે. આ તારા વિચારને સર્વદા સ્થિર રાખજે. પ્રાત:કાળે તારી પહેલાં યુદ્ધભૂમિમાં હાજર થઈશ. જો યુદ્ધ કરવા ન આવું તે રાજવ્રતને ધારણ કરનારા હું મારા વ્રતથી ભ્રષ્ટ થયે એમ તું સમજજે. ” આ પ્રમાણે કહી ધર્મરાજાએ એ બદીને શિરપાવ આપી વિદાય કર્યાં હતા.
મંદી ગયા પછી સુધિષ્ઠિરે એ વાત પેાતાના પૂર્ણ સ્નેહી કૃષ્ણને જણાવી અને તે સાથે પ્રાર્થના કરી કે, “તમે અમારા સ્નેહને લઈને કૌરવાની સાથે પ્રથમ સંગ્રામ કરો. ” યુધિષ્ઠિરની આ પ્રાર્થના સાંભળી કૃષ્ણે એલ્યા—વીર સુધિશિર ! તમારા આ શત્રુ તુચ્છ માત્ર છે. તમારા શત્રુરૂપ રૂને