________________
(૨૮)
જૈન મહાભારત રથમાં બેશી યુદ્ધ કરવા બાહર નીકળ્યા હતા. તે કાળે દુંદુભિના શબ્દ થતા હતા. શીતળ અને જરહિત પવન વાતો હતે. મદથી ઉન્મત્ત બનેલા ગજે ગર્જના કરતા હતા. ચંચળ સુરંગે હણહણાટ કરી પિતાને યુધ્ધત્સાહ દર્શાવતા હતા. પવિત્ર મિત્રના અંતઃકરણની જેમ ધર્મરાજની અને કૃણની સેના એકત્ર થઈ ગઈ. ગંગારૂપ યાદવ સેના અને યમુનારૂપ પાંડવસેના એકત્ર થઈ યુદ્ધરૂપી સાગરમાં મળવાને નીકળી હતી. તે સમયે ઉડેલી સુવર્ણભૂમિની રજે આકાશને સુવર્ણમય બનાવી દીધું હતું. હસ્તીઓના સમુદાયના મદતરંગોથી પંકિત થયેલી રસ્તાની સુવર્ણભૂમિ જંબુસે સિંચન કરેલા મેરૂ પર્વતની જેમ શોભતી હતી. ઊટે, પાડાએ અને ખચ્ચરે યુવતી સામગ્રી લઈ શ્રેણુબંધ નીકળતા હતા. રાજસ્ત્રીઓ શરીર ઉપર બુરખા પહેરી મીયાનામાં બેશી ચાલતી હતી. વારાંગનાઓ અશ્વ ઉપર આરૂઢ થઈ યુદ્ધના પરિ વારને શૃંગારિત કરતી હતી. જયલક્ષમીના આકર્ષણ માટે જાણે હાથની આંગળીઓ હલાવતી હોય તેવી દવાઓ ફરકતી હતી. તેજસ્વી હથી આરે ઉપર પડતા સૂર્યનાં કિરણે દશે દિશાઓને ચળકાવતા હતા. અને વીર યોદ્ધાઓના સિં. હનાદથી બધું વિશ્વ ગાજી રહ્યું હતું.
- સર્વ સેનાએ બહેર આવી ઉચા તંબમાં પડાવ કર્યો, તેથી જાને બીજું નગર વસેલું હોય, તે દેખાવ થઈ રહ્યો હતે. આ સમયે એક વિશાળ તંબુમાં બેઠેલા યુધિષ્ઠિરની