________________
(૫૮૨)
જૈન મહાભારત
થયેલી પૃથ્વીનું હરણ કરનાર કેણ છે ? આ દુરાત્મા સંજય પાંડવોના પક્ષમાં રહી આપણી નિંદા કરે છે, માટે એને આપણે શત્રુ સમજો.” આ પ્રમાણે સંજયની અવજ્ઞા કરી દુર્યોધન સભામાંથી ઉઠી ગયે હતું અને પછી તેણે કુરૂક્ષેત્રમાં પ્રયાણ કરવાની તૈયારીઓ કરવા આજ્ઞા કરી હતી.
બીજે દિવસે દુર્યોધનની વૃત્તિ જોઈ કુલક્ષય થવાની શંકા કરનાર ધૃતરાષ્ટ્ર વિદુરને એકાંતે બેલાવી “કુળનું કલ્યાણ કેવી રીતે થાય? ” એ વાત પુછી હતી. ડાહ્યા વિદુરે વિચાર કરી પિતાના બંધુ ધૃતરાષ્ટ્રને કહ્યું કે, “ભાઈ ધૃતરાષ્ટ્ર તે જ્ઞાનચક્ષુએ ભવિષ્ય જોયું નહીં, તેનું આ પરિ. ણામ છે. આ વૈરરૂપી વૃક્ષનું મૂળ તું જ છે. કારણ કે, તે જન્મતાં જ દુરાત્મા દુર્યોધનને ત્યાગ કર્યો નહીં, તે વખતે મારી વાણી તને અપ્રિય લાગી હતી. જે પુરૂષ પોતાના આંગણમાં વધેલા વિષવૃક્ષનું છેદન કરતા નથી, તેજ પુરૂષ એ વિષવૃક્ષના ગે ભવિષ્યમાં થનારા પિતાના કુળક્ષયની ઉપેક્ષા કરે છે. જેમ વર્ષાઋતુમાં નદીના મેટા તરંગે નદીના તીરને નાશ કરનાર થઈ કલમના સમૂહ સાથે સર્વ નદીને કાદવવાળી કરે છે, તેમ જે પુરૂષ પોતાના પુત્રોને અન્યાય પ્રવૃત્તિમાં પરાયણ કરે છે, તે પિતાના કુળના નાશનું જ કારણ થાય છે. અન્યાયથી ધર્મભ્રષ્ટ થયેલા પુરૂષને કદિ સંપત્તિ મળી તે પણ તે સંપત્તિ નાશવંત જાણવી. વર્ષારાતુમાં મૃત્તિકાઓ વ્યાપ્ત થયેલું પાણી જેમ હંસેએ સેવન કરવા યંગ્ય નથી, તેમ અધમવડે વ્યાસ