________________
મહાભારત.
(૫૯૮)
જૈન મહાભારત. તરીકે પ્રખ્યાત છે. નાના પુત્રનું નામ કૃષ્ણ છે, તેને બાહવૈભવ શત્રુઓને ઉપભોગ કરવા છે. ગોપાંગનાઓના પરિવારથી પરિવૃત થયેલા એ કૃષ્ણની લીલા યમુનાનદી સારી રીતે જાણે છે. તેનાં પરાક્રમરૂપ ભૈરવ હાથમાં શક્તિ લઈ આ પૃથ્વીને કંપાયમાન કરી નૃત્ય કરે છે. તે મહાવીરે પોતાના પરાક્રમથી મથુરાપતિ કંસને ઘાત કરી પોતાની વીરકીર્તિ દિગંત સુધી પહોંચાડી છે. રાજા સમુદ્રવિજય પિતાના ભ્રાતૃપુત્ર તે કૃષ્ણની સંમતિથી પિતાનું રાજ્ય ચલાવે છે. રાજપુત્રી ! શું તમે દ્વારકાપતિ કૃષ્ણની કીર્તિ નથી સાંભળી? આ જગતમાં કોઈ પણ મનુષ્ય કૃષ્ણના પવિત્ર નામથી અજ્ઞાત નથી.”હે પૂજ્ય પિતા ! આવી રીતે તે વેપારીઓએ મારા શત્રુની પ્રશંસા કરી તે સાંભળી મને ઘણું દુ:ખ લાગ્યું છે, મને મારા પૂર્વ વૈભવનું સ્મરણ થઈ આવ્યું છે. મારા સિભાગ્યને લુંટનારા અને મારી સર્વ સંપત્તિરૂપ લતાને દહન કરવામાં દાવાનળ રૂપ થયેલા એ કૃષ્ણનું નામ સાંભળતાં મારું હૃદય કંપાયમાન થયું છે. મારા મેરેમમાં શ્રેષના અંકુરો ફરી રહ્યા છે. અને હું પૂર્ણ કોધાવેશમાં આવી ગઈ છું. પણ શું કરું? હું અબળા થઈ, મારી પાસે શું સાધન છે કે, જેથી હું મારા સ્વર્ગવાસી પતિનું વૈર લઉં? આથી આ વખતે હું અતિ ચિંતાતુર થઈ રહી છું અને મૂઢ બની ગઈ છું. તમારા જેવા પ્રતિવાસુદેવ પિતાની પુત્રી થઈ આ પ્રમાણે દુઃખી થાઉં, એ તમને પણ લજજાકારી છે.” પિતાની વિધવા પુત્રીનાં આ વચન સાંભળી તે પ્રઢ પુરૂષ