________________
યુદ્વાર ભ.
( ૫૯૯ )
એકદમ ઉશ્કેરાઈ ગયા. તેના નેત્રામાં લાલાશ આવી ગઇ. અને તેનું વીર હૃદય ક્રોધાક્રાંત બની ગયું. તે ક્રોધના પૂર્ણ આવેશથી આહ્યા—“પુત્રી! નિશ્ચિંત થા. હું તારા વૈરીના વિનાશ કરી શાંત થઇશ અને વૈરીની સ્ત્રીને તારી જેમ શાકાતુર કરાવી તેણીના નેત્રામાંથી અશ્રુધારા વર્ષાવીશ. ” પિતાનાં આ વચના તે વિધવાના શેાકાનળને બુઝાવવા જરા ઉપયુક્ત થયાં. તેની ચિ’તારૂપી તીવ્ર જ્વાલા જરા મદ પડી ગઈ.
29
વાંચનાર ! તમારા હૃદયમાં આ પ્રસંગે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે. તમારી જિજ્ઞાસા તમ કરવાને એ પ્રસંગનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. જે વિધવા સ્ત્રી છે તે રાજગૃહનગરીના રાજા જરાસંધની પુત્રી જીવયશા છે. તે મથુરાના રાજા કંસની સ્ત્રી થાય છે. કૃષ્ણે કંસને માર્યા પછી તે વિધવા થઈ પિતાને ઘેર રહી છે. જીવયશા દુઃશીલા અને વૈરધારિણી નિતા છે. દ્વારકાના વેપારીઓએ પેાતાના માલ વેચવાને પ્રસ ંગે દ્વારકાની પ્રજાની સમૃદ્ધિ અને કૃષ્ણની જાહેાજલાલી વણવી, તે સાંભળી તે ચિ ંતા અને શાકથી વ્યાપ્ત થઇ ગઇ હતી. કારણકે, પેાતાના પતિને મારનાર કૃષ્ણની ઉન્નતિ તેનાથી સહન થઇ કી નહીં. જે પ્રાઢ પુરૂષ તેણીની પાસે આવ્યેા હતેા, તે રાજગૃહનગરીના મહારાજા જરાસંઘ છે. જરાસંઘ પ્રતિવાસુદેવ હાવાથી તે કૃષ્ણવાસુદેવના દ્વેષી છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવને સ્વાભાવિક વૈર હાય છે. તેમાં પણ પાતાના જમાઈ કંસને મારનાર કૃષ્ણ ઉપર તેને વિશેષ વેર ઉત્પન્ન થવાનું તે સખળ કારણ છે.