________________
(૬૨૦)
જૈન મહાભારત.
પોતાની વિધવા પુત્રી જીવયશાનાં વચન સાંભળી જ રાસંઘના મનમાં પ્રથમથી ધમધમી રહેલો ક્રોધાનળ એકદમ પ્રજ્વલિત થઈ ગયે. આજસુધી જરાસંઘ એમ જાણતું હતું કે, યાદ પૂર્વના ઉપદ્રવમાં બળીને ભસ્મ થઈ ગયા છે; તેની સાથે કૃષ્ણ અને રામ પણ દગ્ધ થયેલા છે; તેથી તે સાત થઈને બેઠા હતા. કૃણે જરાસંઘ ન જાણે તેમ ગુપ્ત રીતે જઈ દ્વારકામાં રાજધાની જમાવી છે, એ વાતથી જરાસંઘ તદ્દન અજ્ઞાત હતું. તેની વિધવા પુત્રી જીવયશા પણ તે વાત જાણતી ન હતી. જ્યારે દ્વારકાના વેપારીઓ અચાનક આવી ચડ્યા અને તેમણે કૃષ્ણની સમૃદ્ધિનું વર્ણન કર્યું, તેથી જ રાસંઘ અને તેની વિધવા પુત્રી જીવયશાએ કૃષ્ણ વિદ્યમાન છે, એવી વાત જાણી હતી. અને તે જાણવાથી તેઓ ક્રોધના આવેશમાં આવી ગયાં હતાં.
પિતાની પુત્રી જીવ શાને ધીરજ આપી રાજગૃહપતિ જરાસંઘ તરત સભાસ્થાનમાં આવ્યો હતે. પછી તેણે પિતાના મંત્રિઓની સલાહ લઈ એક સશોક નામના પોતાના દૂતને બેલા હતા. સશોક દૂત રાજનીતિને જાણનારે, રાજપદ્ધતીમાં પ્રવીણ બને અને ઉત્તમ પ્રકારને વક્તા હતા. રાજસભામાં કેવી રીતે જવું જોઈએ, કેમ બેલવું જોઈએ અને કેમ વર્તવું જોઈએએ સર્વ બાબતમાં સશોક ઘણે હુશીયાર હતે. જરાસંઘે સશકને બોલાવી તેને સર્વ હકીક્ત જણાવી કૃષ્ણની પાસે દ્વારકામાં મોકલ્યા. ચતુરમતિ સશેક